વિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી

19 January 2021 10:34 AM
Off-beat
  • વિજ્ઞાનીઓને ચામાચીડિયાંની ચમકતી નારંગી રંગની પ્રજાતિ મળી આવી

વિજ્ઞાનીઓએ પશ્ર્ચિમ આફ્રિકાના ગીની સ્થિત નિમ્બા માઉન્ટેનન્સમાંથી ચમકદાર નારંગી રંગનાં ચામાચીડીયાની નવી પ્રજાતિ શોધી કાઢી છે. વિજ્ઞાનીઓએ પશ્ચિમ આફ્રિકાના ગિની સ્થિત નિમ્બ માઉન્ટેન્સમાંથી ચમકદાર નારંગી રંગનાં ચામાચીડીયાની નવી પ્રજાતિ શોધી કાઢી છે.


અમેરિકન મ્યુઝીયમ ઓફ નેચરલ હિસ્ટરી અને બેટ કન્ઝર્વેશન ઈન્ટરનેશનલે નિમ્બા પર્વતોની જુની માઈનીંગ ટનલ્સમાં ચામાચીડીયાની કઈ પ્રજાતિ વસે છે એ શોધી કાઢવા માટે 2018ના સર્વે હાથ ધર્યા ત્યારે આ નવી પ્રજાતિ મળી હતી.


નારંગી રંગનાં ચામાચીડીયાની આ પ્રજાતિ નામશેષ થવાના આરે હોવાનું મનાતું હતું, ત્યારે તેમનો વસવાટ મળી આવવાની આ શોધ સાચે જ ઘણી મહત્વની સાબીત થઈ છે. નવી પ્રજાતિ મ્યોટિસ નિમ્બેન્સિસ’ તરીકે ઓળખાતી હોવાનું નકકી કરતાં લગભગ બે વર્ષ લાગ્યાં હતાં. આ નામ નિમ્બા પર્વતમાળા પરથી પાડવામાં આવ્યું છે. આ શોધની વધુ વિગતો અમેરિકન મ્યુઝીયમ નોવિટેટસ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.


વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે શરુઆતમાં તેમને આ ચામાચીડીયાનો રંગ વિચિત્ર લાગ્યો હતો અને એ કોઈ નવી પ્રજાતિ ન હોવાનું તેઓ માનતા હતા. દુર્લભ થવાને આરે આવેલી પ્રજાતિની આ શોધ આશાનો સંચાર કરે છે. આ એક અદભૂત પ્રાણી છે. એ ચળકતી નારંગી રંગની રુંવાટી ધરાવે છે અને એના આગવાપણાને કારણે અમને સમજાયું કે આ અગાઉ એને સ્પષ્ટીકૃત કરવામાં આવી નહોતી, તેમ બેટ ક્ધઝર્વેશન સ્થિત મુખ્ય વિજ્ઞાની વિનિફ્રેડ ફ્રિકે જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement