બંગાળમાં ભાજપ સૌથી મોટી બીજી પાર્ટી; તામિલમાં ડીએમકેનું રાજ

19 January 2021 10:26 AM
India Politics
  • બંગાળમાં ભાજપ સૌથી મોટી બીજી પાર્ટી; તામિલમાં ડીએમકેનું રાજ

નરેન્દ્ર મોદીના કામ પર ફીફટી-ફીફટી સંતોષ...! : છતા સત્તા સ્થાન પર મમતા જ રહેશે: તામિલ અને પુડ્ડુચેરીમાં સત્તા પલ્ટો: પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્વે સીવોટરનો સર્વે

કોલકતા, તા.19
પં.બંગાળના આસામ, તામિલનાડુ સહિત દેશના પાંચ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે એબીપી-સીવોટરનો ઓપીનીયન પોલ સામે આવ્યો છે. જે પ્રમાણે પ.બંગાળમાં ભાજપને મોટો ફાયદો થાય તેમ છે, પણ સરકાર તો મમતા બેનર્જીની જ બનવાની ધારણા છે. તામિલનાડુમાં 10 વર્ષથી સત્તા પર રહેલા એઆઇડીએમકેને સત્તા પરથી હટાવીને ડીએમકે તથા તેની સાથી પાર્ટીએ સરકાર બનાવે તેવું તારણ છે. અહીં ભાજપને ઝટકો મળે તેમ છે.

'
કેરળની વાત કરીએ તો મુખ્યમંત્રી પિનરાઇ વિજયન તથા તેના ગઠબંધનની પક્કડ યથાવત છે. આસામામાં ફરી એનડીએ સરકાર બનશે તો પુડુચેરીમાં સરકાર બદલવાનો અંદાજ છે. કુલ મળીને પાંચ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થનારી ચૂંટણીમાં એનડીએન ફાયદો દેખાય છે. બે જગ્યા તામિલનાડુ, પુડુચેરીમાં સત્તા પલ્ટો થશે.


પં.બંગાળમાં મતની ટકાવારીના મામલે પણ ટીએમસી ભાજપ આગળ જરૂર છે છતાં ભાજપના મત વધ્યા છે. ગત વખતના 10.2 ટકા સામે આ વખતે 37.5 ટકા મત થશે. તો ટીએમસીના મત 3016માં 44.9 ટકા હતા. જે આ વખતે 43 ટકા થાય તેમ છે.લેફટ અને કોંગ્રેસનામત 32 ટકામાંથી 11.8ટકા થઇ જાય તેમ છે. રાજ્યમાં સૌથી પ્રિય મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જી 48.8 ટકા લોકોની પસંદ છે. બીજા નંબરે ભાજપના દિલીપ ઘોષ અને ત્રીજા લોકપ્રિય નેતા સૌરવ ગાંગુલી છે.


કેરળમાં 37.17 ટકા લોકો નરેન્દ્ર મોદીના કામથી સંતુષ્ટ અને 23.89 ટકા અસંતુષ્ટ છે. પં.બંગાળમાં 37.17 ટકાને સંતોષ અને 23.89 ટકા લોકોને અસંતોષ છે. તામિલનાડુમાં ડીએમકે તથા તેની સાથી પાર્ટીઓને 41.1 ટકા, એઆઇડીએમકેને 28.7 ટકા મત મળવા ધારણા છે. અહીં મુખ્યમંત્રી તરીકે 36.4 લોકોની પસંદ એમ.કે. સ્ટાલીન છે. તો બીજા ક્રમે ઇકે પુલાની સ્વામી, ત્રીજા સ્થાને ઓપનીર સેલ્વમ છે.


તામિલનાડુમાં માત્ર 10.83 ટકા લોકો કેન્દ્રનાં કામથી સંતુષ્ટ અને 44.9 અસંતુષ્ટ છે. કેરળમાં એલડીએફ 41.6 ટકા મત સાથે પ્રથમ, યુડીએફને 34.6 ટકા, ભાજપને 15.3 ટકા મત મળે તેમ છે. 71 બેઠકમાંથી એલડીએફને બહુમતી મળે તેમ છે.


પોલ અનુસાર રાજ્યમાં એક વખત ફરીથી એનડીએની જ સરકાર બનતી નજરે પડી રહી છે. પરંતુ સીટોની બાબતમાં થોડું નુકશાન વેઠવું પડી શકે છે. ઓપિનિયન પોલ અનુસાર અત્યાર સુધીના સમીકરણોને જોતા આ ચૂંટણીમાં એનડીએને કુલ 126 સીટોમાંથી 77 સીટો પર જીત મળતી જોવા મળી રહી છે. જ્યારે પાછલી ચૂંટણીમાં એનડીએને કુલ 86 સીટ મળી હતી. એટલે આ વખતે પાર્ટીને લગભગ 9 સીટોનું નુકસાન પડી શકે છે. જ્યારે 2021માં યુપીએ 40 સીટો સુધી પહોંચી શકે છે. જેને પાછલી ચૂંટણીમાં માત્ર 26 સીટોનું નુકસાન મળી હતી. એઆઇયુડીએફને પાછલી વખતે 13 સીટ મળી હતી. આ ઓપિનિયન પોલમાં લોકોને તે પણ પૂછવામાં આવ્યું કે, સીએમના રૂપમાં સૌથી વધારે કોને પસંદ કરે છે જેમાં સૌથી વધારે લોકોએ વર્તમાન સીએમ સર્બાનંદ સોનોવાલને જ પોતાના સીએમ તરીકે પસંદ કર્યા છે. તે પછી બીજેપીના જ નેતા હેમંત બિસ્વા સરમાને 21.6 ટકા લોકોએ પસંદ કર્યા છે. કોંગ્રેસના સૌરવ ગોગોઇને 18.8 ટકા લોકોએ સીએમના રૂપમાં પસંદ કર્યા છે.


Related News

Loading...
Advertisement