ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩ કેસો, ૪ દર્દીઓ સાજા થયા

18 January 2021 08:44 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૩ કેસો, ૪ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૯૩ કેસો પૈકી ૨૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૧૮
ભાવનગરમાં આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૩ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ મળી કુલ ૨ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં મણાર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૩ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૪ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૯૯૩ કેસ પૈકી હાલ ૨૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૮૯૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement