ગુજરાતમાં કોરોના સંક્રમણ તળિયે પહોંચ્યું : આજે નવા 500થી પણ ઓછા કેસો, 700 દર્દીઓ સાજા થયા

18 January 2021 08:32 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોના સંક્રમણ તળિયે પહોંચ્યું : આજે નવા 500થી પણ ઓછા કેસો, 700  દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 2ના મોત બાદ મૃત્યુઆંક 4367 થયો, રિકવરી રેટ 95.88 ટકા પર પહોંચ્યો

રાજકોટ, તા.18
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે 700 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 95.71 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 6,193 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 495 કેસ નોંધાયા છે અને 2 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 700 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,45,708 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 54 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 6,139 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4367 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,56,367 પર પહોંચ્યો છે.

જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 101, વડોદરા 98 સુરત 95, રાજકોટ 73, દાહોદ 16, ગાંધીનગર 15, જૂનાગઢ 13, ભરૂચ 9, ખેડા - જામનગર 7, આણંદ - મોરબી 6, સાબરકાંઠા 5, ગીર સોમનાથ - મહેસાણા - પાટણ 4, અમરેલી - દેવભૂમિ દ્વારકા - પંચમહાલ - ભાવનગર 3, બનાસકાંઠા - મહીસાગર - નર્મદા - પોરબંદર - સુરેન્દ્રનગર - તાપી 1.


Related News

Loading...
Advertisement