નમાસ્ટરથની હિન્દી રીમેકમાં દેખાશે હૃતિક?

18 January 2021 07:24 PM
Entertainment
  • નમાસ્ટરથની હિન્દી રીમેકમાં દેખાશે હૃતિક?

શાનદાર ઓપનિંગ પછી માસ્ટર થઇ શકે છે 100 કરોડની કલબમાં સામેલ

મુંબઇ, તા.18
હૃતિક રોશન નમાસ્ટરથની હિન્દી રીમેકમાં દેખાય એવી શકયતા છે. વિજય સેતુપતિ અને વિજય થલપતિની આ ફિલ્મ ખુબ ધમાલ મચાવી રહી છે એને હિન્દીમાં બનાવવા માટે રાઇટ્સ પણ ખરીદવામાં આવ્યા છે. આ હિન્દી રીમેકને એન્ડેમોલ શાઇન અને સિને સ્ટુડિયોઝ પ્રોડયુસર કરશે. જો કે હજી સુધી મેકર્સ તરફથી કોઇ નક્કર જાહેરાત નથી કરવામાં આવી. બધુ ફાઇનલ કર્યા બાદ ફિલ્મના લીડ એકટર્સ વિશેની માહિતી આપવામાં આવશે.

લોકડાઉન હટાવ્યા બાદ થિયેટર્સમાં રીલીઝ થયેલી તામિલ ફિલ્મ નમાસ્ટરથને ધમાકેદાર ઓપનિંગ મળી રહ્યું છે. જે જલદી જ 100 કરોડની કલબમાં સામેલ થઇ જાય તો નવાઇ નહીં. આ ફિલ્મની ખાસ વાત તો એ પણ છે કે એણે માત્ર તામિલનાડુમાં જ 3 દિવસમાં 50 કરોડનો બિજનેસ કર્યો છે જે આ ફિલ્મ માટે ખુબ મોટી સિદ્ધિ ગણાય છે. ફિલ્મમાં વિજય થલપથી અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મની સફળતાને જોતા જ એની હિન્દી રિમેક બનાવવા માટે રાઇટ્સ પણ ખરીદી લેવામાં આવ્યા છે. આ ફિલ્મને લઇને લોકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મના એડવાન્સ બુકીંગ માટે લોકો તલપાપડ થતા હતા. બુધવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 35 કરોડ રૂપિયાનું કલેકશન મેળવ્યું હતું. બીજા દિવસે ગુરુવારે આ ફિલ્મે 19 કરોડનો બિઝનેસ કર્યો હતો તો ત્રીજા દિવસે શુક્રવારે 15 કરોડ કલેકટ કર્યા હતા. આવી રીતે માત્ર ત્રણ દિવસમાં જ ફિલ્મે 69 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે આ ફિલ્મના હિન્દી વર્ઝનને નબળો પ્રતિસાદ મળ્યો છે.


Related News

Loading...
Advertisement