રાજકોટમાં મહાનગરપાલિકા ચૂંટણી આવી રહી છે તે સમયે ભાજપે અનેક વોર્ડમાં તેમની કમજોર કડીને મજબૂત બનાવવા કોંગ્રેસના કોર્પોરેટરો પર નજર દોડાવી છે ગત ચૂંટણીમાં ભાજપને અનેક વોર્ડમાં કોંગ્રેસના શકિતશાળી નેતાઓ સામે જે બેઠકો અને વોર્ડ ગુમાવવા પડયા હતા તેવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે શોર્ટકટ અપનાવ્યો છે અને કોંગ્રેસના એક રાજય કક્ષાના મહિલા કોર્પોરેટર અને અન્ય એક મહિલા સહિત કુલ ચાર કોર્પોરેટરોને ભાજપનો ખેસ પહેરાવવા માટે પ્રયત્નો ચાલુ થયા છે જોકે કોંગ્રેસે પણ તેમના આ વાડ પર બેઠેલા કોર્પોરેટરોને મનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે બંને તરફ ખેંચતાણ છે. તા.21ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શહેર ભાજપ મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દાનાભાઇ કુગસીયાએ જાહેરમાં સ્વીકારી લીધુ છે કે તેઓ તથા તેમના ટેકેદારો તા.21ના રોજ મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાશે. આમ ભાજપે પ્રથમ સફળતા મેળવી છે પણ મોટા માથાઓ હવે મતદારો પર પ્રભાવ પડશે તે નિશ્ચિત છે.