માતાએ કામ પર જવાનું કહેતા યુવાનને લાગી આવ્યું, ઝેરી પ્રવાહી પીધું

18 January 2021 07:14 PM
Rajkot
  • માતાએ કામ પર જવાનું કહેતા યુવાનને લાગી આવ્યું, ઝેરી પ્રવાહી પીધું

કોટડા સાંગાણીના રાજપરા ગામનો બનાવ, સાહિલ સોંદરવાને રાજકોટ સિવિલમાં ખસેડાયો

રાજકોટ, તા.18
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે રહેતો સાહિલ નટુભાઇ સોંદરવા ગત રાત્રે 10 વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી પ્રવાહી પી લેતા તત્કાલ તેને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પરિવારજનોના જણાવ્યા મુજબ સાહિલ 1 ભાઇ, 1 બહેનમાં નાનો છે તેમના પિતા નટુભાઇ રીક્ષાચાલક છે. માતાએ સાહિલને કામે જવાનું કહી ઠપકો આપતા તેને લાગી આવ્યું હતું અને આ પગલું ભર્યું હતું. કોટડા સાંગાણી પોલીસે યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement