માંડાડુંગરમાં ખૂની હૂમલામાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડયો

18 January 2021 07:12 PM
Rajkot Crime
  • માંડાડુંગરમાં ખૂની હૂમલામાં ઘવાયેલા પ્રૌઢે સારવારમાં દમ તોડયો

આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં પ્લોટ પચાવી પાડવા સિઘ્ધાર્થ ડાંગર સહિત પાંચ શખ્સોએ મહિના પહેલા પટેલ પ્રૌઢ અને તેના સંબંધી પર ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો : આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો : હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ

રાજકોટ તા.18
જમીન પચાવી પાડતા ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સરકાર દ્વારા કાયદો અમલમાં લવાયો છે ત્યારે રાજકોટમાં ઘણા ભુમાફીયાઓને છુટોદોર હોય તેમ આજી ડેમ વિસ્તારમાં આવેલા માંડાડુંગરના પ્લોટમાં પટેલ યુવાન બાંધકામ કરી રહ્યો હતો ત્યારે પાંચેક શખ્સોએ પ્લોટ પચાવી પાડવા યુવાનને ધમકી આપી હુમલો કર્યો હતો. આ અંગે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી ત્યારે પટેલ યુવાનનાં પિતરાઇભાઇ અને તેના સાળાને ઢોર માર મારી હાથ-પગ ભાંગી નાખતા બન્નેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા જેમાં એક પટેલ પ્રૌઢનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે હોસ્પિટલ પહોંચી કાર્યવાહી આદરી હતી.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર બેકબોન પાર્કમાં રહેતા નિલેષભાઇ શામજીભાઇ સગપરીયા અને એસ્ટ્રોન સોસાયટી ગોવર્ધન સોસાયટી શેરી નં.1માં રહેતા મયુરભાઇ મગનભાઇ પટેલ બન્ને તા.19/12ના સવારના સમયે માંડાડુંગર વિસ્તારમાં ભારતી ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.3માં હતા ત્યારે જયસુખ જોગાવા, સિધ્ધાર્થ ડાંગર અને મીરનાથનો છોકરો સહિત પાંચ શખ્સોએ ધોકા અને ધારીયા વડે હુમલો કરી નિલેશભાઇને માથામાં અને પગમાં તેમજ મયુરભાઇના પગમાં ફેકચર જેવી ગંભીર ઇજા કરતાં તેઓને સારવાર માટે પ્રથમ સિવિલમાં બાદમાં ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા. બનાવમાં દિલીપભાઇએ આક્ષેપ કર્યો હતો કે ગઇકાલે જીજ્ઞેશ ગોંડલીયા માંડાડુંગરમાં પોતાના પ્લોટમાં બાંધકામનું કામ જોવા ગયા બાદ તેને જયસુખ જોગાવા સહિત પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો અને જીજ્ઞેશભાઇને સીવીલમાં ખસેડાયો હતો ત્યાં જીજ્ઞેશભાઇનો પ્લોટ પચાવી પાડવા આરોપીએ કાવતરું ઘડયું હતું.આ મામલે અગાઉ આજીડેમ પોલીસ મથકમાં અરજી કરી હતી જેમાં થોરાળા સર્વે નં. 155 પૈકી ભાવનગર હાઇવે રાજકોટ ઉપર શ્રી આરતી અસેટેટ નામના ઇન્ડ. એરીયામાં પ્લોટ નં. 32, શેરી નં.3માં આવેલો છે તે પ્લોટ પચાવી પાડવા આરોપીઓ અવાર-નવાર ધમકીઓ આપતા હતા.આરોપીઓ પ્લોટ પચાવી પાડવા તા.12/12ના રોજ જીજ્ઞેશભાઇ પર ખુની હુમલો કર્યો હતો.જીગ્નેશભાઈ પર હુમલો કર્યા બાદ છ દિવસ બાદ ફરી તે જ સ્થળે પહોંચી જીગ્નેશભાઈના સંબંધી નિલેશભાઈ અને તેમના સબંધી પર હુમલો કર્યો હતો.આ હુમલામાં ઘવાયેલા પટેલ પ્રૌઢને મવડી પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજરોજ બપોરના સમયે નિલેશભાઈ નું મોત નિપજતા બનાવ હત્યામાં પલટયો હતો. આ ઘટના અંગે આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડા,પીએસઆઇ વાળા,પીએસઆઈ ઝાલા સહિતના સ્ટાફે બનાવ અંગે હત્યાની કલમનો ઉમેરો કરી કાર્યવાહી આદરી છે.


Related News

Loading...
Advertisement