તાંડવનું તાંડવ વધ્યું: નિર્માતા-નિર્દેશક તથા લેખકની ધરપકડ થશે

18 January 2021 07:12 PM
Entertainment
  • તાંડવનું તાંડવ વધ્યું: નિર્માતા-નિર્દેશક તથા લેખકની ધરપકડ થશે

ઉ.પ્રદેશ પોલીસની ટીમ મુંબઇ જવા રવાના: ભાજપના ધારાસભ્યએ જુતે મારો મુવમેન્ટ શરૂ કરી

મુંબઇ, તા.18
એમેઝોન પ્રાઇમ પર દર્શાવાઇ રહેલી સૈફઅલીખાન તથા ડીમ્પલ કપાડીયાને ચમકાવતી ધારાવાહિક તાંડવના મુદે હવે નિર્માતા-નિર્દેશકની મુશ્કેલ વધે તેવા સંકેત છે. તાંડવ સામે ફરિયાદ દાખલ થઇ હતી અને તેના આધારે ઉ.પ્રદેશ પોલીસની એક ટીમ મુંબઇ આવવા રવાના થઇ છે અને તાંડવા નિર્માતા-નિર્દેશની ધરપકડ કરવાની તૈયારી છે. યુપી સરકારના મીડીયા એડવાઇઝર સૌરભ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ધાર્મિક ભાવના સાથે કોઇને છેડછાડ કરવાની મંજુરી આપવામાં આવશે નહીં આ ધારાવાહિક ધાર્મિક લાગણીને ઉશ્કેરે છે. ભાજપના ધારાસભ્ય રામ કદમે મુંબઇમાં ઓટીપી પ્લેટફોર્મ સામે જુતે મારો મુવમેન્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ધારાવાહિકના નિર્માતા અલી અબ્બાસ ઝફર અને લેખક ગૌરવ સોલંકીની મહારાષ્ટ્ર પોલીસનો સાથ લઇને ઉ.પ્રદેશ પોલીસ ધરપકડ કરે તેવી શકયતા છે.


Related News

Loading...
Advertisement