મહારાષ્ટ્રમાં પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં ભારે ઉલટફેર

18 January 2021 07:08 PM
India
  • મહારાષ્ટ્રમાં પંચાયતોની ચૂંટણીના  
પરિણામોમાં ભારે ઉલટફેર

શિવસેના અને ભાજપ વચ્ચે કાંટે કી ટકકર : ભાજપ 646 સીટમાં આગળ, શિવસેના 435, કોંગ્રેસ 331 બેઠકો પર પહોંચી

મુંબઈ તા.18
મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આજથી જાહેર થઈ રહ્યા છે અને સાંજ સુધીમાં ચીત્ર સ્પષ્ટ થઈ જશે, પ્રારંભીક ગણતરીમાં સતારૂઢ શિવસેના સરસાઈમાં આગળ છે તો ભાજપ બરાબરની ટકકર આપી રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) અને કોંગ્રેસ પણ અન્ય પક્ષોની તુલનામાં આગળ છે. મહારાષ્ટ્રમાં 34 જિલ્લામાં 12711 ગ્રામ પંચાયતોની ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે નકસલ અસરગ્રસ્ત જિલ્લો ગઢપિરોલીના 6 તાલુકાની 162 ગ્રામ પંચાયતોમાં 20 જાન્યુઆરીએ મતદાન થશે. સરસાઈમાં જબરા ઉલટફેર જોવા મળે છે. 646 પંચાયતોમાં ભાજપ આગળ છે તો શિવસેના 435માં છે જયારે કોંગ્રેસ 331 પર છે. અત્યાર સુધીમાં 2373 પંચાયતોના પરિણામ આવી ગયા છે. આ તકે રાજયના પર્યાવરણ મંત્રી આદીત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મતદાતાઓએ એમવીએ સરકારમાં વિશ્ર્વાસ બનાવ્યો છે. પરિણામોમાં નાગપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 49 પંચાયતોમાંથી 20 પર કોંગ્રેસે જીત નોંધાવી છે. ભાજપે 15 સીટ જીતી છે જયારે બીડ જિલ્લાના પરલીમાં 7માંથી 6 સીટ એનસીપીએ જીતી છે. સતારૂઢ પાર્ટી શિવસેના 336 સીટો પર આગળ છે, જયારે 266 સીટો સાથે ભાજપ બીજા નંબરે અને 220 સીટોની બઢત સાથે એનસીપી ત્રીજા નંબરે છે.


Related News

Loading...
Advertisement