શહેરમાં રોડ સેફટી મંથનું ઉદઘાટન

18 January 2021 07:08 PM
Rajkot
  • શહેરમાં રોડ સેફટી મંથનું ઉદઘાટન

આર.ટી.ઓ. લાઠીયા, ડે. કલેકટર ગોહીલ સહિતનાં અધિકારીઓ ઉ5સ્થિત રહયા

રાજકોટ તા. 18 : આજ રોજ તારીખ 18 ના રોજ સવારે 9 થી 10:30 કલાક દરમ્યાન 3રમાં રોડ સેફટી મંથના ઉદઘાટનનો કાર્યક્રમ આરટીઓ પી.બી. લાઠીયાના અધ્યક્ષ સ્થાને યોવામાં આવેલ હતો. જેમાં અતીથી વિશેષ તરીકે ડેપ્યુટી કલેકટર ચરણસિંહ ગોહિલ, એસીપી ચાવડા, ડીઇઓ બી.એસ. કેલા, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના એન્જીનીયર વિજયભાઇ પરમાર, એજયુકેશન ઇન્સ્પેકટર એમ.બી. બડમાલીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. આરટીઓ કચેરી રાજકોટમાં સ્ટાફ ભાઇઓ-બહેનો તથા મોટરીંગ પબ્લિકની ઉ5સ્થિતિમાં કોવિડ-19 ની ગાઇડલાઇન મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરુઆત પ્રાર્થના તથા દિપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રાફીક અવેરનેશ અંગે પોતાના વિચારો રજુ કર્યા હતા. અંતમાં આરટીઓ ઇન્સ્પેકટર ડી.એમ. પટેલ દ્વારા આભાર વિધિના પ્રવચનથી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. સંપુર્ણ કાર્યક્રમ કોવીડ-19 ની ગાઇડલાઇન મુજબ અને સોશ્યલ ડીસ્ટનશીંગના પાલન સાથે ઉજવવામાં આવ્યો હતો.


Related News

Loading...
Advertisement