અમદાવાદ તા. 18 : વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદ મેટ્રોના ફેજ-ર અને સુરત મેટ્રો ફેજ પ્રોજેકટનું વર્ચ્યુઅલી ભુમિપુજન કર્યુ હતુ. વીડિયો કોન્ફરન્સીંગથી મોદીએ ગુજરાત સહિત દેશભરમાં મેળવેલી સિધ્ધિઓ અને ભાવી યોજનાઓની ચર્ચા કરતા કોંગ્રેસે મોદીના સંબોધનને સમાંતર પલટવાર કરતા એક વીડિયો જાહેર કરીને રાજયની ભાજપ સરકાર પર જનતાને અવગણવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે મોદીના દાવાને ફગાવીને કહયું હતું. મધ્યમ વર્ગના સ્વાસ્થ્ય પર થતો ખર્ચ વધ્યો છે. એક રિપોર્ટ મુજબ કોરોના કાળમાં ર1 ટકા ગુજરાતીઓ ભૂખે મરતા હતા પણ શું રાજયની ભાજપ સરકારને કોઇની પરવાહ છે ?