કાલે ઓશો નિર્વાણ દિન નિમિત્તે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિ:શુલ્ક ધ્યાન શિબિર

18 January 2021 07:01 PM
Rajkot
  • કાલે ઓશો નિર્વાણ દિન નિમિત્તે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિ:શુલ્ક ધ્યાન શિબિર

સન્યાસ ઉત્સવ સાથે સ્વામી બ્રહ્મવેદાંતજીને પુષ્પાંજલી અપાશે : બે પુસ્તકોના વિમોચન : વિશેષ પ્રવચન

રાજકોટ, તા. 18
ઓશોના સૂત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગોત્રએ સાર્થક કરતા વિવિધ કાર્યક્રમ જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય દર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન કીર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયના ઉત્સવો, વિશ્ર્વ દિવસ વગેરે રાજકોટમાં 24 કલાક ઓશો કાર્યક્રમ ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા 35 વર્ષથી અવારનવાર ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામિ સત્યપ્રકાશ કરી રહ્યા છે.

કાલે તા. 19ના ઓશોના નિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશે એક દિવસની ઓશો ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવનું આયોજન માસ્ક, સેનીટાઇઝેશન, સોશયલ ડિસ્ટન્સ સાથે સરકારી ગાઇડલાઇન પ્રમાણે કરેલ છે. શિબિરનું સંચાલન ઓશોના જુના સન્યાસી સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીજી (આર.જે.આહ્યા) કરવાના છે. સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીએ ઓશો પાસેથી સન્યાસ લીધેલ છે. તેઓ જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે.

ઇશ્વરીયા પાર્કના ભૂતપૂર્વ મેનેજર છે. હાલમાં ઓશોના પ્રસાર પ્રચાર કાર્યમાં જોડાયેલા છે. કાલે સવારે 6 થી 7 સક્રિય ધ્યાન શિબિર છેલ્લા 35 વર્ષથી દરરોજ નિયમિત એકપણ દિવસ ચુકાયા વગર સવારે 6 થી 7 ધ્યાન મંદિર પર કરવામાં આવે છે. 7.15 થી 8 બ્રેકફાસ્ટ સવારે 8.10 થી 12.30 દરમ્યાન ગુરૂવંદના ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે 12.30 થી 3 મહાપ્રસાદ અને વિશ્રામ બપોરે 3 થી રાત્રી 8 દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો સ્વામી દેહરાહુલ ઓશો નિર્વાણ પરનું પ્રવચન ઓશોની અંતિમ યાત્રા તથા બ્રહ્મવેદાંતજીની પૂર્ણતાના પંથે વિડીયો દર્શન, તંત્ર સુત્ર ભાગ-1, 2નું વિમોચન સ્વામી બ્રહ્મવેદાંતજીને શ્રદ્ધાંજલી સાથે પુષ્પાંજલી સાથે 100 મીણબતી સાથેનું પ્રાર્થના ધ્યાન સન્યાસ ઉત્સવ સંધ્યા સત્સંગ, શિબિર બાદ રાત્રે 8 વાગે મહાપ્રસાદ યોજાશે.

શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે. નામ નોંધણી સાથે આધારકાર્ડની ઝેરોક્ષ આપવી ફરજીયાત છે. શિબિરમાં સવારે 6 થી રાત્રીના 8 સુધી સહભાગી થઇ શકે છે તેઓ એ જ નામ નોંધણી કરાવવી. સ્થળ તથા નામ નોંધણી માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં વૈદ્યવાડી4, વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ (9427254276) સ્વામી જીનસ્વરૂપ સરસ્વતી (9428202255) સંજીવ રાઠોડ (98248 86070)નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement