ઉચ્ચ અધિકારી સમકક્ષના મનપાના તબીબો કેમ રસીમાંથી બાકાત? હેલ્થવર્કર્સમાં સવાલ

18 January 2021 07:01 PM
Rajkot
  • ઉચ્ચ અધિકારી સમકક્ષના મનપાના તબીબો કેમ રસીમાંથી બાકાત? હેલ્થવર્કર્સમાં સવાલ

ખાનગી ડોકટર્સ પ્રથમ લીસ્ટમાં પણ કોર્પો.ના તબીબોનો વારો કયારે?: તંત્રના સ્ટાફને જ દ્વિધાઓ વચ્ચે ફ્રન્ટલાઈન વોરીયર્સને વેકસીનેશનનો ઈંતેઝાર

રાજકોટ તા.18
રાજકોટના સરકારી તથા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા તબીબી સ્ટાફને રસીકરણ શરુ થયું છે ત્યારે રાજકોટ મહાપાલિકાના ઉચ્ચ અધિકારી એવા ડોકટર્સે જ હજુ રસી લીધી ન હોય સરકારની ગાઈડલાઈનમાંથી કોર્પો.ના ડોકટરો કેમ બહાર છે તે પ્રશ્ર્ન ચર્ચામાં આવ્યો છે.


હેલ્થ વર્કર્સમાં ડોકટર, નર્સીંગ, લેબ સ્ટાફ આવે છે, રાજકોટના અનેક ખાનગી ડોકટરો અને સિવિલ હોસ્પીટલમાં ખુદ સિવિલ સુપ્રી. ડો. બુચે પણ શનિવારે ડોઝ લીધો હતો. રાત્રી સુધી ખાનગી હોસ્પી.ના ડોકટર સહિતના સ્ટાફને રસી અપાતી રહી હતી તો સામે ‘યજમાન’ કોર્પો.ના તબીબો કેમ વેકસીનથી દૂર છે એ સવાલ છે.


સતાવાર સૂત્રો કહે છે કે, મનપાના આરોગ્ય અધિકારી, નાયબ આરોગ્ય અધિકારી તથા અન્ય ઘણા ડોકટર્સ હજુ તુરંત રસી લેવાના નથી. કમિશ્નર, ડે. કમિશ્ર્નર સહિતના આ અધિકારી હેલ્થ વર્કર્સના નહીં પણ ફ્રન્ટલાઈન વોરીયર્સના લીસ્ટમાં આવે છે. તેઓ નવી ગાઈડલાઈન આવે એ બાદ રસી લેવાના છે.


એક તરફ સામાન્ય લોકો તો ઠીક, અમુક હેલ્થ વર્કર્સમાં પણ ડોઝ લેવાને લઈને દ્વિધા છે ત્યારે કોર્પો.ના આ ઉચ્ચ તબીબી અધિકારીઓએ ખાનગી ડોકટર્સની જેમ રસી લીધી ન હોય મનપાના કર્મચારીઓમાં પણ સવાલો વધી રહ્યા છે. જો કે સૂચના આવે એટલે પુરો સ્ટાફ રસી લેવા તૈયાર હોવાનું અધિકારીઓ કહે છે.


Related News

Loading...
Advertisement