તાંડવ વેબ સીરીઝના દિગ્દર્શક, કલાકારો સામે ગુનો નોંધવા પોલીસ કમિશ્નરને રજુઆત

18 January 2021 06:55 PM
Rajkot Entertainment
  • તાંડવ વેબ સીરીઝના દિગ્દર્શક, કલાકારો સામે ગુનો નોંધવા પોલીસ કમિશ્નરને રજુઆત

રાજકોટના ભારતીનગરમાં રહેતા પ્રતિપાલસિંહે સીપીને લેખીત અરજી કરી

રાજકોટ તા.18
દેશભરમાં ‘તાંડવ’ વેબસીરીઝનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં પણ આ વેબસીરીઝના દિગ્દર્શક, કલાકારો સામે ગુનો દાખલ કરવા પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ છે. શહેરના ગાંધીગ્રામ, ભારતીનગર શેરી નં.3માં રહેતા પ્રતિપાલસિંહ રાજેન્દસિંહ ઝાલાએ અરજીમાં જણાવ્યું છે કે, તાંડવ વેબસીરીઝમાં ભગવાન રામ અને શિવનું અપમાન થાય તેવા ડાયલોગ અને દ્રશ્યો ભજવવામાં આવ્યા છે. જેથી ભારતમાં વસવાટ કરતા હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાઈ છે. આ વેબસીરીઝને રીલીઝ કરનાર એમેઝોન પ્રાઈમ વિડીયો (ઈન્ડીયા), ડાયરેકટર અલી અબ્બાસ ઝફર, કલાકારો સૈફઅલીખાન, મોહમદ જીશાન અય્યુબ અને ડીનો મારીયો સામે ફરિયાદ નોંધવા માંગ કરાઈ છે.


Related News

Loading...
Advertisement