ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં ભરૂચમાં ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈતહાદુલ મુસલમીન ના વડા અસદુદીન ઔવેસીની પાર્ટી સ્થાનિક આદિવાસી પક્ષ બીટીપી સાથે જોડાણ કરશે. પરંતુ ઔવેસીનો પક્ષ ફકત ભરૂચ પુરતો નહી અમદાવાદમાં પણ એકશનમાં આવી ગયો છે અને હાલમાં તેમના કેટલાક અગ્રણીઓના આગમન બાદ સોશ્યલ મીડીયામાં આ પક્ષના અનેક ગ્રુપ બની ગયા છે અને તેની પ્રવૃતિ પણ વધી ગઈ છે.