ગઈકાલે વેકસીનેશન સમયે મુખ્યમંત્રીની હાજરીમાં સૌપ્રથમ વેકસીન કોણ લેશે તેની ચર્ચા હતી અને આ માટે એક તબકકે ઈન્ટરનેશનલ પીડીયાટ્રીક એસોસીએશન ના વડા ડો. નવીન ઠકકરનું નામ હતું પરંતુ જયારે વેકસીનેશન શરુ થયુ તો ઓચિંતા ડો. કેતન દેસાઈ ખુરશી પર આવી ગયા, જેનાથી અનેકને આશ્ર્ચર્ય થયુ હતું. ડો. કેતન દેસાઈ અગાઉ ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ હતા અને તે સમયે અનેક વિવાદમાં સપડાયા હતા અને ત્યારબાદ તેઓ જાહેરમાં આવવાથી દૂર રહ્યા હતા પરંતુ ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં વેકસીન લઈને કોઈક નવો સંદેશ આપી દેવામાં આવ્યો છે.