જૈન સાધુ-સાધ્વીજીઓના આધારકાર્ડ બનાવવાના ઐતિહાસિક અભિયાનની દેવલાલીથી શરૂઆત કરાઇ

18 January 2021 06:05 PM
Dharmik
  • જૈન સાધુ-સાધ્વીજીઓના આધારકાર્ડ બનાવવાના ઐતિહાસિક અભિયાનની દેવલાલીથી શરૂઆત કરાઇ

મુંબઇ તા. 18 : કોરોના મહામારીને કારણે સાધુ સંતો ખુબ જ કઠીન પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે. તેમણે અનેક મુસીબતોનો સામનો કરવો પડયો છે. સરકારની સુચના પ્રમાણે કોરોના વેકિસન લેવા માટે સાધુસંતો પાસે તેમનું ઓળખપત્ર હોવુ જરુર છે. આથી નાસીક પાસે આવેલા દેવલાલીના મહાવીર સેવા કેન્દ્રમાં બીરાજમાન 38 મહાસતીઓના આધાર કાર્ડના રજીસ્ટ્રેશનની શરુઆત કરવામાં આવી હતી. જૈન કોન્ફરન્સના સક્રિય કાર્યકર સુનીલ ચોપડાએ આના માટે પહેલ કરી હતી. આ સાથે સાધુ સંતોના આધારકાર્ડ બનાવવાના ઐતીહાસીક અભીયાનની નાસીકમાંથી શરુઆત થઇ છે.


આ મહાસતીઓને દસ જ દિવસમાં તેમના આધારકાર્ડ મળી ગયા હતા.આ અભીયાનના પ્રણેતા સુનીલ ચોપડાએ કહયું હતું કે અમે સાધુ સંતોનો ડેટા તૈયાર કરીને ગર્વમેન્ટ પ્રશાસન અને કલેકટર ઓફીસમાં મોકલી દીધો હતો. ત્યાંથી અમને સાથ સહકાર મળતા અમે બે દીવસમાં મહાસતીઓના રજીસ્ટ્રેશન કરાવી લીધા હતા. તેરાપંથીઓના મહાસતીઓને અમારી ભારે જહેમતથી દસ દીવસમાં આધારકાર્ડ મળી ગયા હતા. હવે પછીનો આ અભીયાન અહમદનગરમાં ધાર્મીક પરીક્ષા બોર્ડમાં બીરાજમાન સાધુ સંતોના આધાર કાર્ડ રજીસ્ટર કરાવવાનો છે.આ આધારકાર્ડથી સાધુ સંતોને ભારતીય નાગરીકતાની સાથે મેડીકલ સુવીધાઓ મેળવવામાં સરળ બની જશે.


Related News

Loading...
Advertisement