નવી દિલ્હી તા.18
આપે ‘થ્રી ઈડીયટ’ ફિલ્મ તો જોઈ હશે, જેમાં આમીરખાન યાની રેન્ચો ભારે વરસાદમાં લાઈટ ચાલી ગયા બાદ પોતાના સાહસથી કરીના કપુરની બહેનનું પાત્ર ભજવતી મોનાસિંહની પ્રસૂતી કરાવી હતી, આવી જ ઘટના રિયલ લાઈફમાં બની છે. નવી દિલ્હીથી જબલપુર જઈ રહેલી ટ્રેન સંપર્ક ક્રાંતિ એકસપ્રેસમાં એક લેબ ટેકનીશિયને વીડીયો કોલ પર એક ડોકટરની મદદથી ગર્ભવતી મહિલાની પ્રસતી કરાવી હતી. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ દિલ્હીમાં ઉતર રેલ્વે મંડળ હોસ્પીટલમાં લેબ ટેકનીશ્યન સુનીલ પ્રજાપતિ સાગર (મધ્યપ્રદેશ) જવા માટે દિલ્હીથી સંપર્ક ક્રાંતિ એકસપેસ ટ્રેનમાં શનિવારે રાત્રે બેઠો હતો. ટ્રેન જેવી ફરિદાબાદથી આગળ વધી ત્યારે બી-3 કાચની એક મહિલાને દર્દ થતા તે રડવા લાગી હતી. ચાલતી ટ્રેનમાં આ મહિલાને પ્રસવની પીડા ઉપડી હતી.
લેબ ટેકનીશ્યન સુનીલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે સદભાગ્યે એક નવી બ્લેડની વ્યવસ્થા થઈ ગઈ અને અમે દોરાનો પ્રબંધ કર્યો. મેં અમારી હોસ્પીટલના બહેતર ડોકટર સુપર્ણા સેનને ફોન કર્યો, તેમરે મને વિહીયો કોલથી માર્ગદર્શન આપ્યુ અને મેં તેમની સૂચનાનું ધ્યાનથી પાલન કર્યું અને એક સ્વસ્થ બાળકે ચાલતી ટ્રેનમાં જન્મ લીધો હતો. ત્યારબાદ સાફ બ્લેડની મદદથી બાળકની ગર્ભનાળ કાપી હતી.
સુનીલે જણાવ્યું હતું કે અમે રેલ્વે અધિકારીને સતર્ક કર્યા હતા. કારણ કે ટ્રેનનું મથુરા સ્ટોપ નહોતું તેમ છતાં ટ્રેન મથુરા રોકાવી અને ત્યાં બાળકને માતાને હોસ્પીટલે દાખલ કરાયા હતા.