કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ ફરી જાન્યુઆરી અંતમાં !

18 January 2021 05:11 PM
Rajkot Saurashtra
  • કડકડતી ઠંડીનો નવો રાઉન્ડ ફરી જાન્યુઆરી અંતમાં !

માત્ર નલિયા 7.8 ડીગ્રીને બાદ કરતા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે પણ સવારે સામાન્ય ઠંડી નોંધાઇ

રાજકોટ તા. 18
રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજરોજ ઠંડી સાવ સામાન્ય થઇ જવા પામી હતી. એકમાત્ર નલીયાને બાદ કરતા મોટાભાગના સ્થળોએ આજે ઠંડીમાં સાવ રાહત રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સવાર અને બપોરનું તાપમાન વધી જવા પામ્યુ છે. આથી સવારે માત્ર ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહયો છે. દરમ્યાન હવામાન કચેરીનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રાજકોટ સહીત અનેક સ્થળોએ હજુ ત્રણથી ચાર દીવસ સુધી સવારના ભાગે 14 થી 15 ડીગ્રી તાપમાન સાથે ગુલાબી ઠંડી અને બપોરે 30 થી 3ર ડીગ્રી તાપમાન સાથે ગરમીનો અનુભવ જઇવાઇ રહેશે. દરમ્યાન હવામાન કચેરીના જણાવ્યા મુજબ ઠંડીની સીજન હજુ બાકી જ છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરુઆતમાં ફરી કડકડતી ઠંડીનો રાઉન્ડ આવશે. દરમ્યાન આજે પણ રાજયનું સૌથી ઠંડુ શહેર નલીયા રહયુ હતુ. આજે સવારે નલીયા ખાતે લઘુતમ તાપમાન 7.8 ડીગ્રી નોંધાયુ હતુ. નલીયા ઉપરાંત આજે સવારે કચ્છમાં ભુજ ખાતે 13.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ. જયારે રાજકોટમાં પણ આજે સવારે માત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. આજે સવારે શહેરનું લઘુતમ તાપમાન 14.9 ડીગ્રી નોંધાયુ હતુ. અને હવામાં ભેજ 69 ટકા રહયો હતો. તેમજ સવારે 8:30 કલાકે તાપમાન 16.4 ડીગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા-સુરત-ભાવનગર-અમરેલી-સુરેન્દ્રનગર-દ્વારકા-ઓખા-ગાંધીનગર સહીતનાં સ્થળો એ પણ આજે સવારે સામાન્ય ઠંડી રહેવા પામી હતી. આ ઉપરાંત આજે સવારે અમદાવાદ ખાતે 14.3 ડીગ્રી, વડોદરામાં 15.6 ડીગ્રી, સુરતમાં 17.2, ભાવનગરમાં 16.5, અમરેલીમાં 12.8 અને સુરેન્દ્રનગરમાં 15 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.


Related News

Loading...
Advertisement