નવી દિલ્હી: દેશમાં સૌથી લોકપ્રિય બનેલી મેસેન્જર એપ વોટસએપ દ્વારા તેની ગુપ્તતાની શરતોમાં ફેરફાર કરી યુઝર્સના ડેટા તેની માતૃસંસ્થા ફેસબુકને આપી શકશે તેવી જાહેરાતથી દેશભરમાં આ મેસેજીંગ એપ સામે જબરો આક્રોશ છે અને વોટસએપને ગુપ્તતાની શરતો નહી ફેરવવાનો આદેશ આપવાની માંગ સાથે કરાયેલી એક રીટ પર આજે ન્યાયમૂર્તિએ અરજદારને જો તેની પ્રાઈવસી અંગે ચિંતા હોય તો વોટસએપ છોડી દેવાની સલાહ આપી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ સંજીવ સચદેવાએ જણાવ્યું કે વોટસએપ કોઈ ફરજીયાત નથી જેને પોતાના ડેટાની ચિંતા હોય તે આ એપ છોડી શકે છે અને અન્ય મેસેન્જર એપ. પર જઈ શકે છે. ન્યાયમૂર્તિએ કહ્યું કે ફકત વોટસએપ જ નહી ગુગલ એપ પણ તમારો ડેટા મેળવે છે પણ આ કોઈ ફરજીયાત એપ. નથી તેથી યુઝર્સની પસંદગી ન હોય તો તે એપ. છોડી દે તેજ મહત્વનું છે. જો કે વેટસએપની પ્રાઈવસી પોલીસી દેશના નાગરિકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે કેમ કે તે અંગે તા.25 ના સુનાવણી રાખવાની જાહેરાત કરી હતી.