જનશાસન પ્રભાવક, ગોંડલ સંપ્રદાયના તેજસ્વી ગુરૂદેવ પૂ.ધીરજમુનિ મ.નો આજે 63મો જન્મદિન

18 January 2021 04:11 PM
Dharmik
  • જનશાસન પ્રભાવક, ગોંડલ સંપ્રદાયના તેજસ્વી ગુરૂદેવ પૂ.ધીરજમુનિ મ.નો આજે 63મો જન્મદિન

રાજકોટ તા.18
સૌરાષ્ટ્રના ભાણવડ તાલુકાના ખોબા જેવડા જશાપર ગામમાં રત્નકુક્ષિણી માતુશ્રી શાંતાબેન તથા ધમે પરાયણ પિતા પોપટભાઈ ઝીણાભાઈ મણિયાર પરીવારના ખમીરવંતા ખોરડે એક બાળકનું અવતરણ થયું. મણિયાર પરિવારના ચાર સંતાનો મનહરભાઈ, નવીનભાઈ, જશવંતભાઈ અને સૌથી નાના સૌના વ્હાલા ધીરજભાઈ. પુત્રના લક્ષણ પારણામાં તેમ આ બાલૂડાનો જન્મ થતાં જ સવેત્ર આનંદ - હષે છવાઈ ગયો.સમગ્ર માહોલ ધમેમય બની ગયો.મણિયાર પરિવાર એટલે સુખી સંપન્ન પૂણ્યશાળી પરીવાર.ધોમ - ધોમ સાહેબી વચ્ચે તેઓનો ઉછેર થતો હતો,પરંતુ સુખ સાહેબીને ઠોકર મારી માત્ર 24 વષેની ભર યુવાન વયે સ્વેચ્છાએ પ્રભુ મહાવીરનો કઠોરતમ ત્યાગ માગે અંગીકાર કરવાનો સંકલ્પ જાહેર કર્યો.મણિયાર પરીવારના મોભી 500 વીઘા જમીનના માલિક અને સતત 50 વષે સુધી જશાપર ગામમાં સરપંચ પદે રહી ગામજનોની નિષ્ઠાપૂવેક સેવા પ્રદાન કરનાર એવા પિતા પોપટભાઈએ જોમ - જુસ્સાસભર અને ખુમારી સાથે જણાવ્યું કે જો દિકરો ભર યુવાન વયે સંયમ માર્ગે જવા તત્પર બનેલ હોય તો હું પણ સંયમ લેવા તૈયાર છું. ઉપલેટાની પૂણ્ય અને પાવન ભૂમિ ઉપર તા.15/2/1982 સોમવારના શુભ દિવસે 80 વષેના પોપટભાઈ અને 24 વષેના ધીરજકુમાર એટલે " પિતા - પુત્ર " બંનેની એક સાથે સાદાઈથી છતાં ગરીમાપૂણે અને જાજરમાન દીક્ષા મહોત્સવ ઉપલેટામાં ઊજવાયેલ.


દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સા.એટલે કે પૂ.જયંત મુનિ મ.સાહેબે ભણાવેલ.વડી દીક્ષા સંપ્રદાયનું વડું મથક ગોંડલ મુકામે ઉજવાયેલ.દીક્ષા સમયે ચતુર્વિધ સંઘના શબ્દો હતાં કે આ આત્માઓ ગોંડલ સંપ્રદાય એવમ્ જિન શાસનને ગૌરવાન્તિત કરશે..એ વાક્યો આજે સાચા પડી રહ્યાં છે.પૂ.ધીર ગુરુદેવમાં વીરતા,ગંભીરતા, સહનશીલતાનો ત્રિવેણી સંગમ રહેલો છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સૌ માટે પ્રેરણા સ્તોત્ર છે,જે કાયે હાથમાં લે છે તે અવશ્ય પૂણે કરે છે. જૈન મુખપત્ર શાસન પ્રગતિના તંત્રી રજનીભાઈ બાવીસીએ જણાવ્યું કે પૂ.ગુરુદેવની શાસન પ્રત્યેની રૂડી ભાવના કે તીથઁકર પરમાત્માની અણમોલ વાણી જન - જનના મન - મન સુધી પહોંચે તે હેતુથી પૂ.ગુરુદેવના અનુગ્રહથી બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી સ્વામીની સ્વગોરોહણ શતાબ્દી સ્મૃત્યર્થે જૈન આગમોનું પ્રકાશન કાયેમાં પૂ.ધીર ગુરુદેવે અનુગ્રહ પ્રદાન કરી અનંતો ઉપકાર કર્યો.ઈન્દ્રપ્રસ્થનગરના સેવાભાવી ટ્રસ્ટી જયશ્રીબેન શાહ કહે છે કે પૂ.ધીર ગુરુદેવના દો ફરમાન જ્ઞાન દાન..શય્યાદાન પૂ.ધીરગુરુની પ્રેરણાથી અનેક શાતાકારી ધમે સ્થાનકોનું નિમોણ થયું તથા જિર્ણોદ્ધારના સુકાયે થયા.પૂ. ધીર ગુરુદેવે વૈયાવચ્ચ ગુણધરાણં નમો નમ : સૂત્ર ને ચરિતાર્થ કર્યું છે. હાઈ - વે ઉપર ધમે સ્થાનક,ઉપાશ્રય,આયંબિલ ભવનો હોય તો ચતુર્વિધ સંઘને શાતા રહે એવમ્ પૂ.સાધ્વીજીઓની વિશેષ સુરક્ષા રહે તેવા શુભ આશ્યથી અનેક ધમે સંકુલોના નિમોણ અને નૂતનીકરણ,જિર્ણોદ્ધારમાં તેઓએ દાતાઓને પ્રેરણા કરી સંયમી આત્માઓના સંયમ જીવનમાં સહાયક બન્યાં છે. ઘાટકોપર સંઘના ટ્રસ્ટી મુકેશભાઈ કામદારે જણાવ્યું કે પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સદા ચતુર્વિધ સંઘની ખેવના કરતાં હોય છે.પૂ.સાધુ - સાધ્વીજીઓને સંયમ જીવનમાં સહાયક બનાય અને તેઓને શાતા ઉપજે તે લક્ષે નાના - મોટા અનેક ક્ષેત્રોમાં પાટ - પાટલા ઉપલબ્ધ કરાવ્યા.


રાજકોટ જૈન ભવનના ટ્રસ્ટી શશીભાઈ વોરાએ જણાવ્યું કે શહેરના જરૂરિયાતમંદ લોકોને માત્ર એક રૂપિયાના ટોકન દરથી શુદ્ધ અને સાત્વિક બે ટંક ભોજનનો સેવા યજ્ઞ રાજકોટ જૈન ભવનમા ચાલે છે તેમાં પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.સતત માગેદશેન સાથે ઉદાર દિલા દાતાઓને દાન ધમેની સતત પ્રેરણા કરે છે. પૂ.ગુરુદેવ ધીરજ મુનિ મ.સા.ને વૈરાગી અને સંયમી આત્માઓ પ્રત્યે અનહદ લાગણી છે.અનેક આત્માઓને દીક્ષાના દાન આપી શાસનને જીવંત રાખવામાં પૂ.ગુરુદેવ અજોડ કાયે કરે છે.કોઈ પણ સંપ્રદાયમાં કોઈ હળુ કર્મી આત્મા સંયમ ધમેને અંગીકાર કરવાના ભાવ ધરાવે તો પૂ.ગુરુદેવ હજારો કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી દીક્ષાના દાન દેવા પહોંચી જાય છે અને જિન શાસનની અપૂવે શાસન પ્રભાવના કરે છે.


Related News

Loading...
Advertisement