મધુમેહ (ડાયાબીટીસ) રોગ માટે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ

18 January 2021 03:41 PM
Jamnagar
  • મધુમેહ (ડાયાબીટીસ) રોગ માટે વિનામૂલ્યે નિદાન સારવાર કેમ્પ

જામનગર તા.18: વર્તમાન સમયમાં જીવનશૈલીમાં થયેલા સમૂળ ફેરફારોને કારણે જીવનશૈલી જનીત રોગોનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. આ બધા જ જીવનશૈલી જનીત રોગોમાં મધુમેહ જેને સામાન્ય રીતે ડાયાબિટીસ સાથે સરખાવવામાં આવે છે તેનો પ્રસાર વ્યાપક રીતે જોવા મળી રહ્યો છે. વ્યાયામનો અભાવ, બેઠાડી જીવનશૈલી, માનસિક તણાવ અને બદલાતી જતી ખોરાકની આદતો આ રોગ થવાનું મુખ્ય કારણ છે.
આ રોગમાં વધુ તરસ લાગવી, વધુ પરસેવો થવો, ગળામાં-તાળવામાં શોષ પડવો, શરીર પર ચીકાશ વધવી, દાંત, જીભ, કાન વગેરે પર વધુ મેલ જામવો, શરીરમાંથી દુર્ગંધ આવવી, શરીર ઢીલું ઢીલું લાગવું, વારે વારે બેસી રહેવા કે સુવાની ઈચ્છા થવી, હાથ-પગના તળિયે બળતરા થવી, શરીરમાં ચરબી વધવી, વાળ અને નખ વધવા, મોં નો સ્વાદ ગળ્યો લાગવો જેવા લક્ષણો ઉત્પન્ન થઈ શકે છે.
આથી મધુમેહવાળા રોગીઓ માટે ક્રિયાશારીર વિભાગ દ્વારા તા.18/01/2021થી22/01/2021સવારે 9 થી 12 અને સાંજે 4 થી પ:15 કલાક સુધી ઓપીડી રૂમ નં.11 અને 12, પી.જી.આયુર્વેદ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ સુપર મોલની સામે, આઇ.ટી.આર.એ., ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિનામૂલ્યે નિદાન ચિકિત્સા કેમ્પનું આયોજન કરેલ છે. જેમાંની સામે વિશેષ કરીને 18 થી 50 વર્ષની ઉંમરવાળી વ્યક્તિઓ કે જેમને ડાયાબિટીસની સાથે અન્ય કોઇ ગંભીર બીમારી ન હોય તેવા લોકોને આ કેમ્પનો લાભ લેવા આર.એમ.ઓ. ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન આયુર્વેદા જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.


Loading...
Advertisement