જામનગરમાં આજે ઠંડીમાં ઘટાડો: તાપમાન 14 ડિગ્રી

18 January 2021 03:40 PM
Jamnagar
  • જામનગરમાં આજે ઠંડીમાં ઘટાડો: તાપમાન 14 ડિગ્રી

જામનગર તા.18: જામનગરમાં ભેજના પ્રમાણમાં 23 ટકા ઉચકાતા સાથે 78 ટકાએ પહોચતા વાતાવરણમાં ભારે ધુમ્મસવાળું સર્જાયું હતું.જો કે મહતમ તાપમાનનો પારો છેલ્લા બે દિવસથી 29 ડીગ્રીએ સ્થિર રહેતા ઠંડીમાં ધટાડો અનુભાવ્યો છે.અમ મોડીરાત્ર થી વહેલી પરોઢ સુધીમાં ઠંડીનું જોર વર્તાયું હતું. દેશમાં ઉતરીય રાજ્યોમાં હિમ વર્ષાથી ગાઢ ધુમ્મસ બાદ અહ્વે અરબી સમુદ્રમાં ઇશાન દીશાર તેને સંલગ્ન સોરાષ્ટ્ર પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને પગલે થોડા દિવસ ઠંડીનું જોર વધતું હોય છે. એ મુજબ જામનગરમાં ઠંડી આ વર્ષે વધી હતી. હવે ધીમે ધીમે શિયાળામાં ઇન્ટરવેલ પડયો હોય તેવી અનુભૂતિ થઇ રહી છે. જામનગર જીલ્લા કલેકટર કંટ્રોલરૂમમાંથી મલ્ટી માહિતી મુજબ આજનું લધુતમ તાપામાન 14 ડીગ્રી નોધાય છે. જયારે મહતમ તાપમાન બીજા દિવસે પણ 29 ડીગ્રી રહ્યું હતું. તો ભેજનું પ્રમાણમાં 24 કલાકમાં સીધો 23 ટકાનો ઉચાળો આવતા ભેજનું પ્રમાણ 78 ટકા નોધાયું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક 3 ની નોધાય છે. જામનગરમાં ગઈકાલે રાત્રીના એકાએક ઠંડી જતી રહી હોય તેવું ગરમીવાળું વાતાવરણનો અનુભવ લોકોએ કર્યો હતો.જો કે વહેલી સવારે લધુતમ તાપમાન 14 ડીગ્રી સાથે ગુલાબી ઠંડીવાળું વાતાવરણ બન્યું હતું. શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણને લીધે કુદરતી નજારાની મજા પર્યાવરણપ્રેમીઓએ માણી હતી.


Loading...
Advertisement