‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સપ્તાહ અંતર્ગત દીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન અન્વયે કાર્યક્રમ યોજાયો

18 January 2021 03:39 PM
Jamnagar
  • ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સપ્તાહ અંતર્ગત દીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન અન્વયે કાર્યક્રમ યોજાયો
  • ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સપ્તાહ અંતર્ગત દીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન અન્વયે કાર્યક્રમ યોજાયો

જામનગર તા. 18
‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સપ્તાહ અંતર્ગત તા.9/1/2021 નાં રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. શાખા, મહાનગરપાલિકા જામનગરનાં સંયુક્ત ઉપક્રમે ‘દીકરીઓમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રોત્સાહન’ વિષય પર શાળાએ જતી અને શાળા છોડી દીધેલ કિશોરીઓ સાથે કાર્યક્રમનું આયોજન કરેલ હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓને શિક્ષણનું મહત્વ સમજાવેલ તથા શાળા છોડી દીધેલ કિશોરીઓને શાળામાં પુન: પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કિશોરીઓને મહિલા લક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતીઆપી, હાઈજીન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી હંસાબેન ટાઢાણી તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તથા જામનગર મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ તથા કિશોરીઓ હાજર રહ્યા હતા.


Loading...
Advertisement