ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ

18 January 2021 03:39 PM
Jamnagar
  • ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ
  • ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ
  • ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ
  • ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ
  • ચુંટણી નજીક આવતા જ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો શરૂ

શનિવારે સાંજે ભાજપના વોર્ડ.નં.4ના પૂર્વ મહિલા કોર્પોરેટર રચના નંદાણિયા કોંગ્રેસમાં જોડાયા: ગઇકાલે વોર્ડ.નં.16ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર નીતા પરમારે પંજો છોડી કમળ પકડયું: ભાજપના ભૂતપૂર્વ એક મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બન્યા: બન્ને પક્ષે ટિકીટના કમીટમેન્ટ સાથે પક્ષ પલ્ટો કરાવ્યાની ચર્ચા: આગામી દિવસોમાં વધુ નવા-જુની થવાના અણસાર

જામનગર તા.18:
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસ-ભાજપના તત્કાલીન કોર્પોરેટરો દ્વારા પક્ષપલ્ટો અંગતહીત ખાતર શરૂ કરાયો છે. પક્ષ પલ્ટુઓને ટિકીટ નહી આપવાના બંને પાર્ટીના મોટા નેતાઓના નિવેદનો વચ્ચે ટિકીટના કમીટમેન્ટ સાથે રાજકીય પક્ષોએ પ્રતિસ્પર્ધી પક્ષના પૂર્વ કોર્પોરેટરોને પ્રવેશ આપ્યો છે. આ ઉપરાંત એક સમયે ભાજપના કોર્પોરેટર રહેલ મહિલા કાર્યકર્તાને આ વખતે આમઆદમી પાર્ટીના ઉમેદવાર બન્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી માટે રાજકીય પક્ષોએ તેમજ તંત્રએ તૈયારી શરૂ કરી છે. આ તૈયારી વચ્ચે જેની ટિકીટ અને જીતના સમીકરણો બદલાયા છે. તેવા કેટલાક કોર્પોરેટરોમાંથી અમુકે પક્ષપલ્ટાનો નિર્ણય લઇ લીધો છે અને તેની અમલવારી પણ શરૂ થઇ છે. 2017ની વિધાનસભા ચુંટણી સમયે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે 9 કોર્પોરેટરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા

આ પૈકીના એક મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તેના વોર્ડ.નં.4ના તથા અન્ય પ્રશ્ર્ને ભાજપમાં હોવા છતા ભાજપ શાસન સામે આંદોલન કર્યા હતા. ભાજપની કાર્યશૈલી મુજબ આ બાબતને ગેરશિસ્ત ગણવામાં આવે છે. એક વખત તો ધોકો લઇને અધિકારીની ઓફિસમાં ઘસી ગયા હતા અને હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આ મામલે તંત્ર કોઇ પગલા લીધા ન હતા કે ભાજપએ પણ શિસ્તભંગ સબબ પગલા લેવામાં લાજ કાઢી હતી.

પરંતુ આગામી ચુંટણીમાં ટિકીટ મળવાની શકયતા ધુંધળી લાગતા રચનાબેન નંદાણિયાએ ફરી પક્ષપલ્ટો કર્યો છે. શનિવારે ટિકીટના કમીટમેન્ટ સાથેની શરતો કોંગ્રેસે સ્વિકારી લેતા તેમણે ભાજપ છોડી ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી, પૂર્વ નેતા અસ્લમ ખીલજી, કોંગ્રેસ અગ્રણી મુળુભાઇ કંડોરીયા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, જેનબ ખફી, જેતુન રાઠોડ, નીતા પરમાર, પ્રદેશ મહિલા મહામંત્રી સહારા મકવાણા તથા કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કોંગ્રેસમાં જોડાયા બાદ રચના નંદાણિયાએ જણાવ્યું હતું કે, મારી વિચારધારા તો કોંગ્રેસની જ હતી. જો કે ભાજપમાં શા માટે ગયેલા તેનું કારણ તેમણે સ્પષ્ટ કર્યુ ન હતું. રચના નંદાણિયાએ કોંગ્રેસમાં ઘર વાપસી કર્યાના 24 કલાકમાં જ ભાજપએ કોંગ્રેસના કોર્પોરેટર અને પ્રદેશ અગ્રણીને ખેડવી લઇ ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. જો કે જાણકારોના મતે 2017માં જેમ વોર્ડ.નં.16ના કોર્પોરેટર અતુલ ભંડેરીને જે સ્ટાઇલથી ભાજપએ સ્વકાર્યા હતા

તે જ સ્ટાઇલથી નિતા પરમારને સ્વિકાર્યા હતા. રવિવારે શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોની હાજરીમાં નિતા પરમારને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેઓ પણ અતુલ ભંડેરીના વોર્ડ.નં.16માંથી અતુલની પેનલમાં 2015ની ચુંટણી જીત્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખ હિન્ડોચા અને મહામંત્રી વિજયસિંહ જેઠવાએ ભાજપનો ખેસ પહેરાવી નિતાબેનને આવકાર્યા હતા.

તેઓએ પક્ષ પ્રવેશ બાદ ભાજપની વિચારધારા અને નરેન્દ્ર મોદીના વિકાસમંત્રથી પ્રેરાઇને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યાનું ઔપચારિકરૂપે જણાવ્યું હતું. પરંતુ ટિકીટના કમીટમેન્ટ અંગે જવાબ દેવાનું માંડી વાળ્યું હતું. આમ 24 કલાકના ગાળામાં જામનગરના ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો સંગીત ખુરશીની રમતની ઝડપે સામા પક્ષમાં જોડાઇ ગયા હતા. હજુ પણ કોંગ્રેસના અમુક પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શકયતા દેખાય છે.

પક્ષપલ્ટો કરનારાને ટિકીટ નહી મળે તેવું નિવેદન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ જામનગરમાં સેન્સ લેવા તાજેતરમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ મિડિયામાં આપી ચુકયા છે. પરંતુ રાજકારણીનું કોઇ નિવેદન હાલની રાજનીતિમાં અંતિમ માની શકાય નહીં બંને આવેલા પૂર્વ કોર્પોરેટરોને ટિકીટનું કમીટમેન્ટ આપી ચુકયા હોવાનું જાણકારોનું કહેવું છે.

ભાજપના ભૂ.પૂ.મહિલા કોર્પોરેટર આપના ઉમેદવાર
ભાજપ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરોના પક્ષપલ્ટાની ઘટના પહેલા જ તાજેતરમાં એક રાજકીય ઘટના બની હતી. 2010ની ચુંટણીમાં વોર્ડ.નં.4માંથી ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ભૂ.પૂ.મહિલા કોર્પોરેટર શિલ્પાબેન રાઠોડ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને વોર્ડ.નં.4ના ઉમેદવાર પણ જાહેર થઇ ચુકયા છે.


Loading...
Advertisement