યોગી પ્રમુખ સભાગૃહનું ધર્મનિધી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન

18 January 2021 03:37 PM
Jamnagar
  • યોગી પ્રમુખ સભાગૃહનું ધર્મનિધી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન
  • યોગી પ્રમુખ સભાગૃહનું ધર્મનિધી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન

જામનગર તા.18
જામનગર ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ દ્વારા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી ધર્મનિધિ સ્વામીની પ્રેરણાથી જ્ઞાતિના પ્રમુખ નવીનભાઈ લાખાણી, મંત્રી મેહુલભાઈ સોલંકી, ખજાનચી રાજુભાઈ ટાંક, શિક્ષણ મંત્રી હેમલભાઈ લાખાણી, વિશ્વકર્મા નવ યુવક મંડળના પ્રમુખ પિન્ટુભાઈ નાનાણી દ્વારા કડીયાજ્ઞાતિ તથા કડીયાવાડ વિસ્તારના હરિભક્તો માટે તા.14/01/2021 શુક્રવાર અને મકરસંક્રાંતિના પાવન પર્વને દિવસે અત્યાધુનિક સાઉન્ડસિસ્ટમ, પ્રોજેક્ટર, સ્ટેજ, માઈક સીસ્ટમથી સજ્જ ‘યોગી પ્રમુખ સભાગૃહ’નું ઉદ્ઘાટન પૂજા શ્રી મહંત સ્વામીની પ્રેરણાથી જામનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ધર્મનિધિ સ્વામી અને સંતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉદ્ઘાટન પૂજન, નામકરણ કરવામાં આવ્યું તથા જામનગર શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા પૂર્વ મેયર હસમુખભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને પૂજ્ય ધર્મનિધિ સ્વામીએ ઓનલાઈન જોડાઈને આશિર્વચનો આપ્યા અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના કડીયાવાડ વિસ્તારના હરિભક્તો અને કડીયાવાડ કડીયા જ્ઞાતિના સત્સંગ વિશેના સંસ્મરણો કહીને કડીયા જ્ઞાતિ આવાને આવા ધર્મમયી કર્યો કરે અને સમસ્ત કડીયા જ્ઞાતિનો ખુબ વિકાસ થાય તેવા હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતાં.


Loading...
Advertisement