જુનાગઢ તા.18
જુનાગઢ એ ડીવીઝન હદમાં આવેલ ચોકસીની દુકાને કપલ રીંગ અને સોનાની ચેઈન ખરીદ કરવા આવેલ શખ્સે 25720 ગ્રામનો ચેઈન રૂા.1,40,000 લાખનો ખરીદ કરી બેન્કનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાનું કહી નાણા ટ્રાન્સફર ન કરાવતા વિશ્વાસઘાત, છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની એ ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ જુનાગઢ ઝાંઝરડા રોડ કલ્પવૃક્ષ રેસીડેન્સી બ્લોક નં.એ-1002માં રહેતા અને ચોકસી બજારમાં દામજી કાનજી નામની સોનાની પેઢી ચલાવતા અમિનીષ પ્રવિણભાઈ લોઢીયા સોની (ઉ.વ.35) ની દુકાને ગત તા.16ના બપોરના 12.15 કલાકે આરોપી ચીટર સંતોષકુમાર યાદવ નામની વ્યક્તિ ગ્રાહક બનીને આવી કપલ રીંગ અને સાનાની ચેઈન લેવી છે તેમ કહી 25.720 ગ્રામની સોનાની ચેઈન કિંમત રૂા.1,40,000 ખરીદ કરી આ રકમ સોની અમિનેશ લોઢીયાના ખાતા નં. 36409831797માં રૂપિયા ટ્રાન્સફર કરુ છું તેઓ વિશ્ર્વાસ આપી પોતાના મોબાઈલ ફોનમાં સ્ક્રીન શોટ બતાવી સોનાની ચેન રૂા.1,40,000 લાખનો લઈ જઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરી નાણા જમા એકાઉન્ટમાં ન કરાવતા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.એચ.કછોટે તપાસ હાથ ધરી છે.
ફરજમાં રૂકાવટ
અજીતસિંહ જુવાનસિંહ પોલીસ કોન્સ્ટેબલ વિસાવદર કોર્ટની પાછળ મકરાણીપરામાં તેની ફરજ પર હતા ત્યારે આરોપીઓ ઓસમાણ પીર મહમદ બ્લોક (ઉ.વ.80), ફીરોજ ઓસમાણ બ્લોચ અને બે અજાણી મહિલાઓએ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી જાહેરમાં ગાળો ભાંડી ઝપાઝપી કર્યાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે આરોપીઓને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેન હડફેટે મોત
જુનાગઢના ચોબારી રોડ વિનાયક રેસીડન્સી સામે ગત તા.16-1-21ના સવારે 8.55 કલાકે અશ્ર્વિનભાઈ વેલજીભાઈ ચાવડા (ઉ.વ.45) એ વિશ્ર્વકર્મા સોસાયટી મધુરમવાળા ટ્રેન નીચે કપાઈ જતા શહેરના બે ટુકડા થઈ જતાં કમકમાટીભર્યુ મોત નોંધાતા એ ડીવીઝન પીએસઆઈ વી.કે.ઉંજીયાએ તપાસ હાથ ધરી છે.
ડુબી જતા મોત
માંગરોળથી 11 કીમી દૂર વિનોદભાઈ દેવજીભાઈ ગોસીયા (ઉ.વ.36) ગત તા.15ની રાત્રીના પોણા નવના સુમારે માંગરોળ બંદર ખાતે અકસ્માતે પાણીમાં ડુબી જતાં મોત નોંધાયું હતું.
સગીરાનું અપહરણ
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચના ચાખવા ગામે મસ્જીદની બાજુમાં રહેતા શખ્સની પુત્રી 17 વર્ષ બે માસ વાળીને ચાળવા તળાવ પાસે રહેતો રશીદખા યુસુફખા બેલીમ (ઉ.વ.21) વાળો ગત તા.14 લલચાવી ફોસલવી કે કોઈ ભય બતાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયાની શીલ પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા માંગરોળ સબઈન્સ્પેકટર એન.આઈ.રાઠોડે તપાસ હાથ ધરી છે.