અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર સવારે ગાઢ ધુમ્મસ છવાતા 40થી45 વાહનો અથડાયા

18 January 2021 03:11 PM
Vadodara
  • અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર સવારે ગાઢ ધુમ્મસ છવાતા 40થી45 વાહનો અથડાયા

અકસ્માતમાં કોઈ જાનહાની નહી માત્ર કાર સહિતના વાહનોને નુકશાન

વડોદરા તા.18
શિયાળાની ઋતુમાં ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીની વિમાની સેવા પણ બે દિવસ પહેલા ખોરવાઈ હતી ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવેમાં ગાઢ ધુમ્મસના લીધે 40થી45 વાહનો એકબીજા સાથે અથડાયા હતા.અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝીલીબીટી પણ ઘટી જતા વાહન ચાલકોને 100 કી.મી.ના બદલે 30 કી.મી.ની ઝડપે વાહન ચલાવવાની ફરજ પડી હતી. ગાઢ ધુમ્મસના કારણે નજીકનું દ્રશ્ય નિહાળવું મુશ્કેલ બન્યુ હતું. જેના લીધે અનેક સ્થળે 40થી45 કાર સહિતના વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. જો કે વાહનનો સ્પીડ નહી હોવાથી માત્ર વાહનોને નુકશાન થયુ હતું. કોઈ જાનહાની થવા પામી ન હતી. ગાઢ ધુમ્મસનાં કારણે વાહન ચાલકોએ અનેક મુશ્કેલી વેઠવી પડી હતી.


Loading...
Advertisement