ધ્રાંગધ્રાની ફલકું નદીમાંથી ત્રણ ભેંસોની ચોરી

18 January 2021 02:43 PM
Surendaranagar Crime
  • ધ્રાંગધ્રાની ફલકું નદીમાંથી ત્રણ ભેંસોની ચોરી

ધ્રાંગધ્રા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ ના ગુના સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા માં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની ફલકુ નદીમાં રોજ ધાંગધ્રાના માલધારીઓ દ્વારા ભેંસો ચારવા માટે મુકવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના ફલકુ નદીના પટમાંથી ત્રણ ભેંસોની ચોરી થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ મથક ખાતે આ ભેંસોના માલિક દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે જાલાભાઇ બળદેવભાઇ મેવાડા જાતે ભરવાડ ઉં.વ.37 ધંધો પશુપાલન રહે. શીતળા માતા રોડ રેલ્વે ફાટક પાસે ધ્રાંગધ્રાએ ફરીયાદ નોંધાવેલ છે કે,સાંજના કોઇપણ વખતે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર આરોપી ફીરોજભાઇ ગુલાબભાઇ ભટ્ટી જાતે મુ.માન રહે.ધ્રાંગધ્રા ખાટકી વાડ ધ્રાંગધા જી.સુરેન્દ્રનગર ફરીયાદીની ભેંસો (ખડેલી) નંગ-3 કિં.રૂા.45,000/- ની ફલકુ નદી બાજુ ચરવા માટે ગયેલ તે મોડી સાંજના ઘરે પરત ન આવતા આજુ બાજુમાં તપાસ કરેલ પરંતુ ભેંસોની ચોરી થયેલ હોય આરોપીના ઘરેથી ભેંસ(ખડેલી) જેની ઉંમર આશરે બે થી સવા બે વર્ષની છે જે નંગ-1 કિં.રૂા.15,000/- ની મળી આવેલ આરોપીએ ભેંસોની ચોરી કરી ગુનો કર્યો હતો. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. વી.જી.પરમાર ધ્રાંગધ્રાસીટી પો.સ્ટે. નાઓ કરે છે.


Related News

Loading...
Advertisement