સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે એકટીવાની ડેકીમાંથી રૂા.3.36 લાખની ચોરી

18 January 2021 02:41 PM
Surendaranagar Crime
  • સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે એકટીવાની ડેકીમાંથી રૂા.3.36 લાખની ચોરી

એકસ પાર્સલ પોઇન્ટ પાસે આવેલ ડેલામાં પડેલા સ્કુટરમાંથી ગઠીયો રકમ તફડાવી ગયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.18
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે જેને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં શિયાળા ની કાતિલ ઠંડીમાં તસ્કરો બેફામ બની જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં આવેલ ભરચક બજારમાં એક્સ પાર્સલ પોઇન્ટ સામે આવે સીટી પ્લસ સોડાવાળા યોગી કોમ્પલેક્સ માંથી ધોળા દિવસે એક્ટિવા સહિત રોકડ રકમની ઉઠાંતરી ગઠીયા દ્વારા કરવામાં આવી છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં ચોરીનો બનાવ સામે આવવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે વસવાટ કરતા સરફરાજભાઇ ઇસ્માલભાઇ લાખવા જાતે ધાંચી મુ.માન ઉં.વ.25 ધંધો બાંધણીનો રહે.વઢવાણ શીયાણીની પોળ મોટાપીરના ચોકમાં નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.13/01/2021 ના કલાક 18/45 થી 18/55 વાગ્યાના અરશામાં મેઇન રોડ ઉપર આવેલ એકસ પાર્સલ પોઇન્ટ સામે આવેલ સીટી પ્લસ સોડા વાળા યોગી કોમ્પલેક્ષની બાજુ ડેલમા આરોપી અજાણ્યો આરોપી ફરીયાદીનું કાળા કલરનુ એક્ટીવા 4-જી સ્કુટર નં.ૠઉં-27-ઇચ-3892 વાળાની કિં.રૂા. 25,000/- તથા તેની ડેકીમા રાખેલ રોકડા રૂા.આશરે 3,36,000/- એમ મળી રૂા.3,61,000/- ના મુદ્દામાલની ચોરી કરી આરોપી ફરાર બન્યા છે.


સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધોળા દિવસે અને તેની અંદરની ડેકી માં પડેલા 3.61 લાખની મતાની ચોરી કરી અને ચોરો ફરાર બની જવા પામ્યા છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આજુબાજુના સીસીટીવી ફૂટેજ ઓ મેળવવામાં આવ્યા છે ત્યારે ફૂટેજ ના આધારે સીટી પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ બનાવની તપાસ હાલ પો.સબ ઇન્સ. વાય.એસ.ચુડાસમા સુરેન્દ્રનગરસીટી એ. ડીવીઝન પો.સ્ટે. નાઓ કરે છે.


Related News

Loading...
Advertisement