રાયોટીંગનાં ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ-સુરેન્દ્રનગર

18 January 2021 02:33 PM
Surendaranagar Crime
  • રાયોટીંગનાં ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ-સુરેન્દ્રનગર

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 18
પોલીસ મહાનીર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગર તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ પકડવા તા. 10/01 થી તા. 09/0ર સુધીની ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયા એ ડ્રાઇવ દરમ્યાન જીલ્લામાં વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક એકશન પ્લાન બનાવી પકડી પાડી અસરકારક કામગીરી કરવા માટે પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ. ઇન્સ. એસ.એસ. વરુ ને સુચના આપેલ હોય જે સુચના આધારે તા. 16/1 ના રોજ પો.સબ. ઇન્સ. એસ.એસ. વરુ તથા ટીમ થાનગઢ પો.સ્ટેશન વીસ્તાર નાસતા ફરતા આરોપીઓ પકડવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન ચોકકસ બાતમી મેળવી થાનગઢ પો.સ્ટેશનમાં રાયોટીંગના ગુન્હાના કામે છેલ્લા પાંચ વર્ષથી ફરાર લીસ્ટેડ નાસતો ફરતો આરોપી ચતુરભાઇ લઘરાભાઇ ચાવડા જાતે ત.કોળી ઉ.વ. 43 રહે અમરાપર ચેમ્પીયન સીરામીક કારખાના પાછળ વાડીમાં તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળાને અમરાપર ગામ ખાતેથી પકડી પાડી આરોપી વીરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો થાનગઢ પો.સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.


પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ. ઇન્સ. એસ.એસ. વરુ તથા એએસઆઇ નરપતસીંહ સુરુભા તથા મહીપતસીંહ ભગવતસીંહ તથા પો.હેડ કોન્સ અસ્લમખાન અયુબખાન તથા ભરતસિંહ હમીરભાઇ તથા ગુલામરસુલ કાસમભાઇ તથા પો.કોન્સ. સનતભાઇ વલકુભાઇ તથા ભગીરસીંહ અનીરુધ્ધસિંહ તથા અશ્ર્વીનભાઇ કરશનભાઇની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવેલ હતો.


Related News

Loading...
Advertisement