(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. 18 : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ સુરેન્દ્રનગર જીલ્લામા ગેરકાયદેસર હથીયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતી ડામી દેવાની ઝુંબેશના ભાગરુપે સુરેન્દ્રનગર એસઓજી શાખાના પો.ઇન્સ. બી.એમ. રાણાનામાર્ગ દર્શન હેઠળ એએસઆઇ ડાયાલાલ મગનભાઇ પટેલ તથા દાજીરાજસિંહ ડાયાભાઇ તથા રવીભાઇ રાણાભાઇ ભરવાડ એચસી, મહીપતસિંહ હેમંતસીંહ મકવાણા તથા હરદેવસીંહ જીલુભા પરમાર પીસી, ગોપાલભાઇ પરમાર વિગેરે સ્ટાફના માણસો સાથે વઢવાણ પો.સ્ટે. વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમી આધારે વીપુલભાઇ ભુરાભાઇ કલોત્રા જાતે રબારી ધંધો પ્રા.નોકરી (ઉ.વ. ર4) રહે બલદાણા તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળાને નેશનલ હાઇવે બલદાણા ગામ પાસે નવી બનતી ગેલોપ્સ હોટલ પાસેથી એક દેશી હાથ બનાવટનો તમંચો કી. રૂ.પ000 સાથે પકડી પાડી આ શખ્સ વીરુધ્ધમાં વઢવાણ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજી. કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.