(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 18
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિર્સ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહી હોવાની ચર્ચા સુરેન્દ્રનગર જિલ્લામાં વહેતી થવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા ચોરી લૂંટફાટ મારામારી ખંડણી ના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે તાજેતરમાં બે પીઆઈ અને પીએસઆઈની બદલી કરી હોવા છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી નથી.
ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં મારામારીના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સામાન્ય બાબતે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં મારામારીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે જાણે ગુનેગારોને પોલીસનો કોઇ પણ જાતનો ખોફ ન રહ્યો હોય તે રીતે શહેરી વિસ્તારોમાં આવારા તત્વો દ્વારા વેપારીઓના પુત્રો અને વેપારી વર્ગના લોકોને સામાન્ય બાબતે બોથડ પદાર્થથી મારમારવાના બનાવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે છતાં પણ પોલીસ પોતાની કામગીરી માં ઢીલાશ રાખી આંખ આડે કાન કરતી હોવાની ચર્ચા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના લોકો અને વેપારીઓમાં ફેલાઈ જવા પામી છે.
ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વધુ એક યુવક ઉપર આવારા તત્વો દ્વારા સામુ કેમ જુએ છે તેમ કહી અને ધારીયા અને બોથડ પદાર્થથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં યુવક ઇજાગ્રસ્ત બની જવા પામ્યો છે.ધર્મરાજસિંહ જસુભા ઝાલા જાતે દરબાર (ઉં.વ.24) ધંધો વેપાર રહે. સુરેન્દ્રનગર અરવિંદ સોસાયટી દાળમીલ નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.13/01 બપોરના બારેક વાગ્યેના અરશામા ઘર હોતો ઐસા ની બાજુમાં પ્રતિક પ્લા.ના નં.1 આરોપી લાલાભાઇ મોતીભાઈ ગમારા રહે.સુરેન્દ્રનગર કુંભારપરા તથા બે અજાણ્યા ઇસમો ફરીયાદીને આરોપી નં.1 નાએ મારી સામે કેમ કતરાય છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ.
અને ત્રણેય આરોપીઓ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ જેમાં આરોપી નં.2એ લોખંડના પાઈપ વડે ફરીયાદીને બરડાના ભાગે માર મારતા ઇજા કરેલ અને આરોપી નં-1 નાએ ફરીયાદીને ધારીયા વડે મારતા માથાના ભાગે જમણી બાજુ ઇજા કરી તથા સાહેદ છોડાવવા જતા તેમને પણ ધારીયા વડે માર મારતા માથાના ભાગે કપાળમાં ડાબી બાજુ ઇજા કરી તેમજ આરોપી નં.2 સાહેદને પાઇપ મારતા જમણા હાથના બાવડાં ઉપર ઇજા કરી ફરીયાદીએ પહેરેલ વીટી આરોપી નં-2 ખેંચવા જતા ઝપાઝપીમાં કયાંક પડી ગયેલ. ફરીયાદી તથા સાહેદને માર મારી શરીરે નાની મોટી ઇજા કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજી. સુરેન્દ્રનગરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કઈ ગુનો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. જી.બી.દેવથળા સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પો.સ્ટે. કરે છે.