એક વર્ષ બાદ ઢસામાં થયેલી લૂંટના આરોપી ઝડપાયા

18 January 2021 12:41 PM
Botad Crime
  • એક વર્ષ બાદ ઢસામાં થયેલી લૂંટના આરોપી ઝડપાયા

બોટાદ તા. 18 : બોટાદ જીલ્લાના ગઢડા (સ્વ.) તાલુકાના ઢસા ગામે આવેલ શીવ કોટનમાં લુંટ થયેલ હતી ગુનો બન્યાની તા. 18/01/2020 છે. (ફરીયાદી રણછોડભાઇ ડુંગરભાઇ લકુમ (જાતે રજપુત ઉ.વ. 48 ધંધો વેપાર રહે ભંડારીયા તા. ગઢડા (સ્વા.) જી બોટાદ) (આરોપી મુન્નાભાઇ કાન્તીભાઇ સંગાડા (ઉ.વ. 26), આરોપી આનંદભાઇ ઉર્ફે આણીયો સંગાડા (ઉ.વ. 2પ) બંને આરોપીની અટકાયત કરવામાં આવી હતી. (રહે બંને ગામ આગવાડા નવાપરા ફળીયું તા. દાહોદ જી. દાહોદ)બોટાદ એલસીબી સ્ટાફ દ્વારા રાજકોટ જીલ્લાના ખીરસરાથી બંને આરોપીને પકડી પાડયા બાદસીઆરપીસી કલમ 41 (1) (આઇ) મુજબ પકડી પાડી વધુ તપાસ અર્થે ઢસા પોલીસને હસ્તગત કરતા ઢસા પોલીસે બંને આરોપીઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. લુંટની રોકડ રકમ 8000 મોબાઇલ નંગ 3 (1) ચાંદીનુ કડુ 10000 હજારનું કુલ કીંમત રર000 હજાર આ કેસની આગળની તપાસ પો.ઇન્સ જે.વી. ચૌધરી (ઢસા પો.સ્ટે.) કરી રહેલ છે.


Related News

Loading...
Advertisement