સિહોરના વરલ ગામે કમ્પાઉન્ડરની છરીના ઘા મારી રહસ્યમય હત્યા

18 January 2021 12:33 PM
Bhavnagar Crime
  • સિહોરના વરલ ગામે કમ્પાઉન્ડરની છરીના ઘા મારી રહસ્યમય હત્યા
  • સિહોરના વરલ ગામે કમ્પાઉન્ડરની છરીના ઘા મારી રહસ્યમય હત્યા

મૃતક યુવાનની પત્નિ ચાર વર્ષ પૂર્વે મૃત્યુ પામી છે; એક સંતાન નોંધારો થયો

(વિપુલ હિરાણી) ભાવનગર, તા.18
ભાવનગરના વરલ ગામે રહેતા અને દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા યુવાનનું છરીના ઘા ઝીંકી ખુન કરાયાનો બનાવ બનવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે રહેતા અને બાજુના ટાણા ગામે ડો. દિપક ભટ્ટીના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો મુકેશ સવજીભાઇ વાળા નામનો યુવાને તેના બાઇક નં. જીજે-27-એફ-8157 લઇ વરલથી ટાણા ગામે નોકરીએ જતો હતો ત્યારે રસ્તામાં તેને આંતરી કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઉપરા-છાપરી ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયો હતો.


બનાવની જાણ થતાં સિહોર પોલીસનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઇ કાળુભાઇ સવજીભાઇ વાળાએ સિહોર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મૃતક યુવાનના પત્ની ચાર વર્ષ પહેલા અવસાન પામ્યા છે અને તેને એક પુત્ર છે. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Related News

Loading...
Advertisement