ગુજરાતમાં સપ્તાહમાં ચાર દિવસ કોરોના વેકસીનેશન થશે

18 January 2021 12:03 PM
Gujarat
  • ગુજરાતમાં સપ્તાહમાં ચાર દિવસ કોરોના વેકસીનેશન થશે

રાજયમાં પ્રથમ દિવસે 12340 લોકોને વેકસીન અપાઈ: ટાર્ગેટ મૂકાયો:સોમ-બુધવાર બાળકોના વેકસીનેશન માટે અનામત: રવિવાર તથા જાહેર રજાના દિવસે કોરોના વેકસીન નહી અપાય

રાજકોટ: ગુજરાતમાં
કોરોના સંક્રમણ સામે વેકસીનેશનનો પ્રારંભ થઈ ગયો છે અને શનિવારે પ્રથમ દિવસે 171 વેકસીનેશન સેન્ટર પર 12340 હેલ્થકેર વર્કસ જેમાં ટોચના નિષ્ણાંત તબીબોનો પણ સમાવેશ થાય છે. તેઓએ પણ વેકસીન લઈને લોકો માટે દ્રષ્ટાંત પુરુ પાડી ગયા હતા. રાજયમાં હવે જો કે સપ્તાહમાં ચાર દિવસમાં જ વેકસીનેશન થશે.એટલે કે દર સપ્તાહે સોમ તથા બુધવારે કોરોના વેકસીનેશન થશે નહી. આ ઉપરાંત રવિવારની રજા અને જાહેર રજાના દિને પણ વેકસીનેશન કરવામાં આવશે નહી. રાજયના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ ડો. જયંતિ રવિએ આ માહિતી આપતા જણાવ્યું કે આ એક પુર્વ નિર્ધારિત કાર્યક્રમ કોરોના વેકસીનેશનની સાથે આપણે બાળકોને જે જન્મ બાદના અમલી વેકસીનેશન કરવાનું છે તેને પણ ચાલુ રાખવું જરૂરી છે તેથી સોમ અને બુધવારે બાળકોને જે અલગ અલગ વેકસીન આપવી પડે છે તેના માટે અનામત રખાયા છે. સરકારે શનીવારે વેકસીનેશન શરુ કર્યા બાદ રવિવારે કોઈ વધુ વેકસીન અપાઈ નથી અને હવે આજે સોમવારે પણ નહી અપાય અને બુધવારે પણ વેકસીનેશન બંધ રહેશે કાલે એક દિવસ પછી ફકત તા.20ના બુધવારે પણ વેકસીનેશન થશે નહી. આમ રાજયમાં સપ્તાહમાં ત્રણ દિવસ વેકસીનેશન થશે નહી. સરકારના જણાવ્યા મુજબ જાહેર રજાના દિવસે કોઈ પણ પ્રકારનું રસીકરણ થતું જ નથી તે કોરોના વેકસીનેશનને પણ લાગું પડે જ છે.


જયારે સોમ તથા બુધવારે બાળકોના વેકસીનેશન માટે અનામત રખાયા છે. નહીતર નવજાત શિશુઓથી લઈને પાંચ વર્ષ સુધી જે વેકસીનેશન જરૂરી છે તે ન થાય તો બાળકોના આરોગ્ય સામે પ્રશ્ર્ન ઉભા થઈ શકે છે. ડો. જયંતિ રવિએ આ અંગે કહ્યું કે દરેક વેકસીનેશન જરૂરી છે. કોરોનાને માટે ચાર દિવસ ફાળવવામાં આવ્યા છે. આ શેડયુલ બનાવી લેવાયા છે. રાજયમાં આ રીતે હવે આવતીકાલથી ફરી કોરોના વેકસીનેશન શરુ થશે. રાજયમાં હજું 3 લાખ જેટલા આરોગ્ય અને તેની સાથે એક લાખ લોકોને વેકસીન અપાશે. પ્રથમ દિવસના વેકસીનેશનમાં જે ટાર્ગેટ લોકો હતા તેમાં 13400 લોકોએ જ વેકસીનેશન કરાવ્યું છે.


રાજયના 161 કેન્દ્રો પર રોજના 100 લોકોને વેકસીન આપવાનો ટાર્ગેટ છે જેની 16100 લોકોને આવરી શકાય છે પણ પ્રથમ દિવસે વેકસીનેશનના પ્રારંભના કારણે જે કાર્યક્રમો યોજાયા તેના કારણે આ ટાર્ગેટ હાંસલ કરી શકાયો ન હતો. જયારે આરોગ્ય સેવામાં હડતાલ સાથે જોડાયેલા કર્મચારીઓએ પણ વેકસીન લીધી ન હતી. આમ એકંદરે 1000 લોકોએ વેકસીન લીધી ન હતી.વેકસીનેશનના ડેટા- કો-વિન પર મુકયા છે. પરંતુ કેટલાક સ્થળો પર કનેકટીવીટીનો પ્રશ્ન  સર્જાતા હાલ ડેટાને લખી રખાયા છે અને તેના આધારે એકંદરે વેકસીનેશન નિશ્ચિત  થયું હતું.


Related News

Loading...
Advertisement