તળાજા નજીક રીક્ષાની બ્રેક ચોટી જતા ફૂલના વેપારીનું નિપજેલ મૃત્યુ

18 January 2021 11:50 AM
Bhavnagar
  • તળાજા નજીક રીક્ષાની બ્રેક ચોટી જતા ફૂલના વેપારીનું નિપજેલ મૃત્યુ

બાઇક સવારની તલાસી લેતા 7 બોટલ દારૂ મળતા ગુનો

ભાવનગર તા.18
ભાવનગર જિલ્લાના તળાજા ની મેમન કોલોની નજીક રહેતા અને ફૂલનો વ્યવસાય કરતા વેપારી આજે સાંજે રીક્ષા લઈ ઘર તરફ જતા હતા.અચાનક રીક્ષા ની બ્રેક ચોંટી જતા રીક્ષા ગુલાંટ ખાઈ જતા ગંભીર ઈજાઓ સાથે તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મુત્યૂ થયેલ.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અહીંની મેમન કોલોની માં રહેતા હસનભાઈ બચુભાઇ કુરેશી ઉ.વ.55 આજે સાંજના સુમારે સરતાનપર રોડ પર રીક્ષા ચલાવી ઘર તરફ આવી રહ્યા હતા. અચાનક બ્રેક ચોંટીજતા રીક્ષા પલ્ટી ખાઈ જતા 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.જ્યાં ડો.સાકીયા દ્વારા સારવાર આપવામાં આવી હતી.હેડ ઈંજરી થવી અને શ્વસન ક્રિયા વધી જતાં થોડી સારવાર દરમિયાન જ મૃત્યુ પામેલ. બનાવ ને લઈ તળાજા પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથધરી છે.


તળાજા પોલીસે બાઈક સવાર ની તલાશીલેતા વિલાયતી દારુની 7 બોટલ મળીઆવી
ભાવનગર જિલ્લાના તળાજા પોલીસે બાતમી ની રાહે ગોઠવેલ વોચમાં બાઈક ચાલક ની તલાશી લેતા વિલાયતી દારુની સાત બોટલ મળી આવી હતી.ટાઉન જમાદાર મનજીભાઈ કાપડિય સ્ટાફ ના માણસો સાથે પાલીતાણા રોડ પર નવા બનતા પુલ પર બપોરના સમયે પેટ્રોલીંગ માં હતા. એ દરમિયાન બાતમી મળેલ કે બાઈક નં.જીજે 04- ડી.એમ 5879 પર તળાજા તરફ આવી રહેલ બે યુવકો પાસે રહેલા થેલામાં વિલાયતી દારૂ છે. બાતમી મુજબ ની બાઈક નીકળતા થોભાવતા બાઈક પાછળ બેસેલ યુવક ફરાર થઈ ગયેલ. પકડાઈ જવા પામેલ યુવક ના કબ્જા માંથી વિલાયતી દારુની સાત બોટલ મળી આવી હતી. ઝડપાયેલા યુવકે પોતે જયદીપ જીવરામભાઈ પરમાર રે.ઠાડચ હોવાનુ અને ફરાર થઈ ગયેલ નાનજી ચૌહાણ રે ઠાડચ હોવાનું જણાવેલ. દારૂ ની બોટલો ઠાડચ નાજ કુખ્યાત બુટલેગર આદિત્ય લાભશંકર જોશી પાસેથી લાવેલ હોવાનું જણાવતા ત્રણેય ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધી બાઈક કબ્જે લઈ 28500/- નો મુદામાલ કબ્જે લીધેલ.


Loading...
Advertisement