નવી દિલ્હી તા.18
પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં ધારાસભા ચૂંટણીઓ વહેલી આવશે તેવા સંકેત વચ્ચે ભાજપે તેનું આક્રમણ તેજ બનાવી દીધુ છે અને હવે તા.23ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે અને અહીં કેન્દ્રીય યોજનાઓનું ખાતમુર્હુત કરશે. તો તા.30/31ના ફરી એક વખત ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પશ્ચિમ બંગાળની મુલાકાતે જઇ રહ્યા છે. ચૂંટણી પંચની ટીમે પશ્ર્ચિમ બંગાળમાં હિંસા અને જે તનાવ છે તે જોતા વહેલી ચૂંટણી યોજવા માટેની તૈયારી કરી છે અને આ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે તે પૂર્વે જ ભાજપે હવે તેનું મિશન પશ્ચિમ બંગાળ વધુ તેજ બનાવ્યું છે. આજે દ.કલકત્તાના કે જે મમતા બેનર્જીના ગઢ જેવા વિસ્તારો છે ત્યાં ભાજપમાં ભળેલા તૃણમુલના પૂર્વ નેતા શુભેન્દુ રાય રેલી યોજવાના છે. તો મમતા બેનર્જી શેભુન્દુ રાયના ગઢ જેવા આશનસોલ જેવા વિસ્તારોમાં આજે પોતાની સભા અને રેલી યોજશે. વડાપ્રધાનનું લાંબા સમય બાદનો પ.બંગાળનો પ્રથમ કાર્યક્રમ છે.