સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ હળવુ; 146 કેસ સામે 232 ડિસ્ચાર્જ

18 January 2021 11:47 AM
Saurashtra
  • સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણ હળવુ; 146 કેસ સામે 232 ડિસ્ચાર્જ

રાજકોટ 76, જામનગર 17, ભાવનગર 11, જુનાગઢ 14, ગીર સોમનાથ 9, મોરબી 8, સુરેન્દ્રનગર 4, અમરેલી 3, દ્વારકા 2, બોટાદ-પોરબંદર 1-1 કેસ : કચ્છમાં વધુ નવા 16 કેસ : રાજકોટ-જામનગર 2-2 અને બોટાદ-પોરબંદર 1-1 દર્દીનું મોત

રાજકોટ, તા. 18
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં એક તરફ કોરોના વેકસીન રસીકરણ થઇ રહ્યું છે તો બીજી તરફ હજુ કોરોના સંક્રમણ સંપૂર્ણ નાબુદ થયું નથી. જોકે ચાલુ જાન્યુઆરી માસમાં સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 146 પોઝીટીવ કેસ સામે ર3ર દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં પ7 શહેર 19 ગ્રામ્ય કુલ 76, જામનગર 10 શહેર 7 ગ્રામ્ય 17, ભાવનગર 9 શહેર ર ગ્રામ્ય કુલ 11, જુનાગઢ 7 શહેર 7 ગ્રામ્ય કુલ 14, ગીર સોમનાથ 9, મોરબી 8, સુરેન્દ્રનગર 4, અમરેલી 3, દ્વારકા ર, બોટાદ-પોરબંદર 1-1 સહિત 146 પોઝીટીવ કેસ નોંધાયા છે.


જ્યારે દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યા જોતા રાજકોટ 172, જામનગર 17, ભાવનગર 6, જુનાગઢ 1ર, ગીર સોમનાથ 8, મોરબી પ, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, દ્વારકા પ, પોરબંદર 3 મળી ર3ર દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. બીજી તરફ કચ્છ 16 નવા કેસ સામે 13 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજકોટ-જામનગર ર-2 અને બોટાદ-પોરબંદર 1-1 સહિત 4 દર્દીના મોત થયા છે.સમગ્ર રાજયમાં પ18 નવા પોઝીટીવ કેસ સામે 704 દર્દીઓ ડિસ્ચાર્જ થતા રાજયમાં પોઝીટીવ રેટ 9પ.79 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડા સાથે રોજિંદા 70 થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે જેની સામે દર્દીઓ સ્વસ્થ થવાની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પ7 શહેર અને 19 ગ્રામ્ય સહિત 76 નવા પોઝીટીવ કેસ સામે 159 શહેર 13 ગ્રામ્ય સહિત 172 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જિલ્લાનો કુલ પોઝીટીવ આંક 21277 નોંધાયો છે. 404 શહેર અને 186 ગ્રામ્ય સહિત પ90 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત બે દર્દીઓ સારવારમાં મોત થયા છે.


દ્વારકા
દ્વારકા જિલ્લામાં બે દિવસ દરમિયાન કોરોનાના ફક્ત બે નવા કેસ નોંધાયા- એક પણ દર્દી ડિસ્ચાર્જ થયેલ નથી.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારે કલ્યાણપુરનો એક તથા શનિવારે ભાણવડનો એક મળી છેલ્લા 48 કલાક દરમિયાન કુલ બે નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે બે દિવસ દરમિયાન એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી. જિલ્લામાં હાલ 26 એક્ટિવ કેસ તથા કોરોનાના કારણે 12 અને નોન કોવિડ 67 દર્દીના મૃત્યુ નિપજયા હોવાનું આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયું છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,990 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 7 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 9 કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાનાં ઇંગોરાળા ગામ ખાતે 1 તથા સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે 1 કેસ મળી કુલ 2 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકાના 6 તેમજ તાલુકાઓના 2 એમ કુલ 8 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામા નોંધાયેલા 5,990 કેસ પૈકી હાલ 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 5,888 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement