કિસાન આંદોલનમાં હવે નવી શરત : કૃષિ કાનૂન પાછા ન ખેંચાય ત્યાં સુધી વેકસીન નહી લેવાય

18 January 2021 11:36 AM
India Politics
  • કિસાન આંદોલનમાં હવે નવી શરત : કૃષિ કાનૂન પાછા ન ખેંચાય ત્યાં સુધી વેકસીન નહી લેવાય

કેન્દ્રને અલ્ટીમેટમ : હરિયાણા અને પંજાબમાં વેકસીનેશનને અસર પડે તેવી ધારણા

નવી દિલ્હી તા.18
દેશમાં કિસાન આંદોલનના એક તરફ આજે સર્વોચ્ચ અદાલતમાં હવે તા.26 જાન્યુઆરીની ટ્રેકટર રેલી યોજવાની મંજૂરી આપવી કે કેમ? તે અંગે સુપ્રિમ કોર્ટ પોતાનો ચૂકાદો આપે તેવી ધારણા છે. ખેડૂત સંગઠનોએ ગણતંત્ર દિવસે સિંધુ બોર્ડર પરથી છ હજાર ટ્રેકટરોની રેલી યોજવાની જાહેરાત કરી છે. જેમાં દરેક ટ્રેકટર પર ત્રિરંગો ફરકાવવામાં આવશે.

બીજી તરફ ખેડૂત નેતાઓએ જાહેર કર્યુ છે કે જયાં સુધી કૃષિ કાનૂન પાછા ન ખેંચાય ત્યાં સુધી પંજાબ અને હરિયાણામાં એક પણ ખેડૂત કોરોના વેકસીન લેશે નહી. ખેડૂત આંદોલનને છેલ્લે સુધી મક્કમ જ રાખવાનો નિર્ણય લેવાયો છે અને જણાવાયું હતું કે સરકાર કૃષિ કાનૂન પાછા ખેંચે તે એક માત્ર વિકલ્પ છે. પરંતુ ખેડૂત અગ્રણીઓએ આ મુદ્દે હવે વાટાઘાટ પણ નહી કરવાની જાહેરાત કરી છે અને સુપ્રિમ કોર્ટની કમિટી સમક્ષ પણ જશે નહી. દેશમાં એક તરફ વ્યાપક પણે ટીક્કાકરણ અભિયાન શરૂ થયું છે. ત્યારે બીજી તરફ પંજાબ અને હરિયાણાના જે ખેડૂતો આંદોલન પર છે તેઓ પોતે વેકસીનેશન કરાવશે નહી તેવી જાહેરાત કરી છે.


Related News

Loading...
Advertisement