ઈસ્લામાબાદ તા.18
આધુનિક સિંધી રાષ્ટ્રવાદના સંસ્થાપકો પૈકીના એક જીએમ સૈયદની 117મી જયંતિ પર આયોજીત એક વિશાળ આઝાદી સમર્થક રેલીમાં દેખાવકારો સિંધ દેશની આઝાદી માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અન્ય વિશ્વ સાથે જોવા મળ્યા હતા.
પાકિસ્તાનમાં સિંધીઓનું વિરોધ પ્રદર્શન વધતું જાય છે. વર્ષોથી અલગ સિંધુ દેશની માંગણી વચ્ચે હવે પાડોશી દેશો પાસે મદદ માંગવાનું શરુ કરી દીધુ છે. ગઈકાલે જમસોરે જિલ્લામાં સૈયદના ગૃહનગરમાં લોકોએ આઝાદી માટે નારાયણ લગાવ્યા હતા. બ્રિટીશરોએ 1947માં સિંધ પ્રાંતને ગેરકાયદે રીતે પાક.ના ઈસ્લામી હાથોમાં પહોંચાડી દીધુ હતું. અહીં બધી સભ્ય સંસ્કૃતિ છે. પરંતુ હવે ઈસ્લામીક ફાંસીવાદી આતંકવાદની ઝપટમાં આવી ગયાનું જોઈ સિંધ મુતહિદા મહાજન અધ્યક્ષ શફી મુહમ્મદ બુરકાતે કહ્યું હતું.