અમદાવાદ, તા.18
હવે કારમાં એકલી જતી વ્યકિતએ પણ જો માસ્ક ન પહેર્યો હોય તો તેને પણ દંડ કરવામાં આવશે. જો કે વધુ સ્પષ્ટતા માટે આજે મીટીંગ રાખવામાં આવી છે.અગાઉ કારમાં એકલી વ્યકિત હોય તો તેને માસ્ક પહેરવામાંથી મુક્તિ હતી. હવે એકલા જતા વ્યકિતએ પણ માસ્ક પહેરવાનો નિયમ તા.1ના રોજ ગૃહ વિભાગે બનાવ્યો છે. પુરા રાજ્યમાં શનિવારે આ માટેનો પરિપત્ર મોકલી અપાયો છે. જો કે અમલ પૂર્વે આજે ડીજીપીએ તમામ પો.કમિશનર અને પોલીસ વડા સાથે બેઠક રાખી છે. ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અંતિમ સ્પષ્ટતા પરિપત્રમાં કરાઇ છે.ગત તા.27 જુન 2020ના રોજ એકલા કાર ચાલકને માસ્કમાંથી મુક્તિ અપાઇ હતી.