રાજકોટ તા. 18
રાજયમાં પીજીવીસીએલ (વીજ કંપની)ના કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચની માંગણી સહીતના મુદે આંદોલનના મંડાણ કરવામાં આવેલ છે. જેમાં સૌરાષ્ટ્ર વીસ્તારમાં કર્મચારીઓ દ્વારા ઠેર ઠેર દેખાવો સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા.તેમજ આગામી તા. ર0 સુધી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવાનું શરુ કરેલ છે. તા. ર1 ના કર્મચારીઓ માસ સીએલ પર જનાર છે.
ખંભાળીયા
રાજયની પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સાતમા પગાર પંચની માગણી સહીતના મુદે સમગ્ર રાજયભરમાં આંદોલન હાથ ધરવામાં આવ્યુ છે.પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓને મળવા પાત્ર સાતમા પગાર પંચના પાર્ટ-ર અંગે કોઇ નીર્ણય ન આવતા આ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલા આંદોલનના એલાનમાં દેવભુમી દ્વારકા જીલ્લાના કર્મચારીઓ પણ જોડાયા હતા. આ અંતર્ગત શનીવારે ખંભાળીયા પીજીવીસીએલમાં ફરજ બજાવતા આશરે સાઇઠ જેટલા કર્મચારીઓએ રીસેસ સમયમાં અહીંની વીજ કચેરીના પરીસરમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.આ સાથે તા. 20 મી સુધી આ કર્મચારીઓ કાળી પટી ધારણ કરી વીરોધ પ્રદર્શીત કરશે. આ પછી આગામી તા. ર1 મી થી વીજ કર્મચારીઓ માસ સીએલ પર જઇ વીરોધ ચાલુ રાખશે તેમ પણ વધુમાં જણાવાયુ છે.
માણાવદર
માણાવદર પીજીવીસીએલ કર્મચારી-અધીકારીઓ દ્વારા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી દ્વારા આપવામાં આવેલ સાતમાં વેતન પંચ મુજબ નવા બેઝીક મળવાપાત્ર આનુસંગીક એલાઉન્સ અને એરીયર્સ ર016 થી ચુકવવાની માંગણી અનીર્ણીત છે તે સામે આજે સમગ્ર ગુજરાત વીજ કંપનીઓના કર્મચારીઓ પ્રચંડ લડત આપી રહયા છે જે સંદર્ભે ભાણાવદર પીજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા. ત્થા બેનરો લઇ સુત્રોચાર કરેલ આ માંગણીઓ હજી નહી સ્વીકારાય તો વધુ ઉગ્ર આંદોલન કરાશે.જો આ આંદોલન 1 વર્ષથી માગણી કરવા છતા રજુઆતો કરવા છતા એલાઉન્સ, હકકો, એરીયર્સ ચુકવવાની તંત્ર દ્વારા મંજુરી નહી મળતા આંદોલન વધુ ઉગ્ર બનેલ છે. હજી પણ તા. 17/1 થી કાળી પટી તથા ર1/1 ના માસ સીએલ ઉપર તમામ કર્મચારી જશે જે પ્રજાજનોની, ઉધોગીક એકમોની મુશ્કેલી વધારશે. એકબાજુ જીવના જોખમે પીજીવીસીએલ ના કર્મચારીઓ કામગીરી કરે છે. ત્યારે તાકીદે સરકારે યોગ્ય કરવુ જોઇએ તેવી માંગ છે.
મોટી કુંકાવાવ
ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી દ્વારા આપવામાં આવેલ એલાન મુજબ વીજ કર્મીઓ વેતન અને એરીયર્સ પ્રશ્ર્નેની લડતમાં મોટી કુંકાવાવ ખાતે પીજીવીસીએલના કર્મચારીઓએ દેખાવો સાથે ધરણા કર્યા હતા.
ગોંડલ
ટીઆર ડીવીઝનમાં સાતમા વેતન પંચના ભથ્થા માટે જીયુવીએએલ અને તેની સંલગ્ન કંપનીના અધીકારીઓ/કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી દ્વારા જાહેર કરેલ આંદોલનના ભાગરુપે તા. 16 ના રોજ ગોંડલ ટીઆર ડીવીઝન ખાતે વીરોધ પ્રદર્શન કરેલ તેમજ તમામ કર્મચારી તા. ર1 સુધી કાળી પટી ધારણ કરશે તેમ છતા કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં નહી આવે તો તમામ કર્મચારી એક સાથે તા. ર1 ના રજા પર રહેશે આ દરમ્યાન કઇપણ વીજ વીક્ષેપ પડશે તો તેના માટે વીજકર્મીઓ જવાબદાર નથી.
કેશોદ
કેશોદ પીજીવીસીએલ કચેરીના કર્મચારીઓ દ્વારા સાતમાં વેતન પંચ મુજબ એરીયર્સ એલાઉન્સની માંગણી ને લઇ હાથમાં બેનર રાખી સુત્રોચ્ચાર કર્યા.પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ર016 થી સાતમાં વેતન પંચ મુજબ એરીયર્સ એલાઉન્સ ની માંગણી સબબ આજ સુધીમાં કોઇ નીર્ણય સરકારે ન કરતા આજ દીન સુધી જનતાની સુવીધાઓ ન ખોરવાઇ તેને ધ્યાનમાં રાખી આંદોલનનો માર્ગ ન અપનાવનાર કર્મચારીઓની હવે ધીરજ ખુટી છે. અને વીવીધ માંગણીઓને લઇને કર્મચારી યુનીયનના નેજા હેઠળ વીવીધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેના ભાગરુપે આજે કેશોદ પીજીવીસીએલના કર્મચારીઓએ કચેરીના ગ્રાઉન્ડમાં સુત્રોચ્ચાર કર્યા હતા.