તામિલનાડુમાં 3 દિવસમાં 50 કરોડનો બિઝનેસ કરનાર માસ્ટરની હિન્દી રીમેક બનશે

18 January 2021 10:02 AM
Entertainment
  • તામિલનાડુમાં 3 દિવસમાં 50 કરોડનો બિઝનેસ કરનાર માસ્ટરની હિન્દી રીમેક બનશે

ચેન્નઇ તા. 18 : તામીલ ફીલ્મ  માસ્ટર  એ 3 દિવસમાં તામીલનાડુમાં 50 કરોડ રૂપિયાનો બીઝનેસ કર્યો છે અને હવે એની હિન્દી રીમેક બનવાની છે.તામીલનાડુમાં આ ખુબ મોટુ વીક-એન્ડ ઓપનીંગ કહેવાય.  માસ્ટર  માં વિજય થલપથી અને વિજય સેતુપતિ લીડ રોલમાં જોવા મળી રહયા છે. એન્ડેમોલ શાઇન ઇન્ડીયા, મુરાડ ખેતાની અને 7 સ્ક્રીન સ્ટુડીઓએ આ ફિલ્મની હીન્દી રીમેકના રાઇટસ ખરીધા છે.એના કાસ્ટીંગ વીશે વધુ માહીતી નથી મળી. ટવીટર પર ટ્રેડ-એનલીસ્ટ તરુણ આદર્શે ટવીટ કર્યુ હતુ કે આ ઓફીશ્યલ જાહેરાત છે.માસ્ટર’ની હીન્દી રીમેક બનવાની છે. ‘માસ્ટર’ માં વિજય થલપથી અને વિજય સેતુપતિ છે. હવે એની હીન્દી રીમેકને એન્ડેમોલ શાઇન ઇન્ડીયા, મુરાડ ખેતાની અને 7 સ્ક્રીન સ્ટુડીયો પ્રોડયુસ કરવાના છે. હીન્દી રીમેકની કાસ્ટીંગ જલદી જ શરૂ થવાની છે.


Related News

Loading...
Advertisement