બ્રાઝિલના વેકસ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં

18 January 2021 10:00 AM
Off-beat
  • બ્રાઝિલના વેકસ મ્યુઝિયમમાં છે વૈશ્વિક નેતાઓનાં મીણનાં સૌથી ખરાબ પૂતળાં

બ્રાઝિલિયન શિલ્પકાર અર્લીન્ડો અર્માકોલોના વિચિત્ર મ્યુઝિયમમાં વિશ્વ ના નેતાઓ  હોલીવુડના ટોચના કલાકારો તેમજ  વિશ્વ ની મહાન હસ્તીઓના વેકસના તદન ખરાબ ગણાય એવા શિલ્પ છે.અર્લીન્ડો અર્માકોલોએ તેનું સૌપ્રથમ વેકસનું પુતળુ મધર ટેરેસાનું બનાવ્યુ હતુ. ત્યાર બાદ આલ્બર્ટ આઇસ્ટાઇન પોપ જોન પોલ-ર અને અન્ય વૈશ્વિક  નેતાઓના પુતળા તૈયાર કર્યા હતા. 6 વર્ષ પહેલા આ શિલ્પ  વૈશ્વિક સ્તરે વાઇરલ થયા હતા. સ્થાનીક ચર્ચમાં ડીસ્પ્લે કરાયેલા આ વેકસના પુતળાનો વીડીયો સોશ્યલ મીડીયા પર વાઇરલ થયો હતો.

જોકે અર્લીન્ડો અર્માકોલોનું કહેવુ છેકે જો હું પૈસા કમાવા માટે આ પુતળા તૈયાર કરતો હોત તો લોકોને એ પસંદ પડશે કે નહીં એની ચીંતા કરતો હોત પણ હું એ નીજાનંદ માટે કરું છું. જો લોકોને ગમે અને તેઓ જોવા આવે તો ઠીક નહીં તો અહીં લોકોની કોને પડી છે.પ્રત્યેક પુતળામાં લગભગ પાંચ કીલો વેકસ અને આયાતી આઇબોલ્સ વપરાયા છે. મ્યુઝીયમને અર્લીન્ડો અર્માકોલોએ તેના પપ્પાનું નામ આપ્યુ છે. અર્લિન્ડો અરર્માકોલો કહે છે કે આ મેનેકીન્સ જોઇને તેની પૌત્રી ખુબ દુખી થઇ હતી અને રડવા માંડી હતી જે વાતનું તેને સૌથી  વધુ દુ:ખ છે. જોકે હવે તે પણ આ પુતળાને જોઇને હસે છે.


Related News

Loading...
Advertisement