ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૧ કેસો, ૮ દર્દીઓ સાજા થયા

17 January 2021 09:55 PM
Bhavnagar Saurashtra
  • ભાવનગરમાં આજે કોરોનાના નવા ૧૧ કેસો, ૮ દર્દીઓ સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૫,૯૯૦ કેસો પૈકી ૨૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૧૭
ભાવનગરમાં આજરોજ ૧૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૯૯૦ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૭ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૯ કેસ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ઉમરાળા તાલુકાનાં ઇંગોરાળા ગામ ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં નેસડા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૬ તેમજ તાલુકાઓના ૨ એમ કુલ ૮ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ, જિલ્લામા નોંધાયેલા ૫,૯૯૦ કેસ પૈકી હાલ ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫,૮૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.


Related News

Loading...
Advertisement