ગુજરાતમાં આજે કોરોનાના નવા 518 કેસો, 704 દર્દીઓ સાજા થયા

17 January 2021 08:01 PM
Gujarat
  • ગુજરાતમાં આજે કોરોનાના નવા 518 કેસો, 704 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 2ના મોત બાદ મૃત્યુઆંક 4,365 થયો, રિકવરી રેટ 95.79 ટકા પર પહોંચ્યો

રાજકોટ, તા.17
ગુજરાતમાં કોરોના સંક્રમણનું ઝડપથી ઘટી રહ્યું છે. દિનપ્રતિદિન નોંધાતા નવા કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે 700થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રિકવરી રેટ 95.79 ટકા નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 6,400 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પોઝીટીવ નવા 518 કેસ નોંધાયા છે અને 2 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 704 દર્દીઓ સાજા થયા છે. એ સાથે અત્યાર સુધીમાં 2,45,107 લોકોએ કોરોનાને મ્હાત આપી. રાજ્યમાં કુલ 56 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 6,347 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4365 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,55,872 પર પહોંચ્યો છે.

જિલ્લામાં મુજબ નોંધાયેલા કેસો

છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 99, વડોદરા 89, સુરત 86, રાજકોટ 76, જામનગર 17, કચ્છ 16, ગાંધીનગર 15, મહેસાણા - જૂનાગઢ 14, ભાવનગર 11, ભરૂચ 10, દાહોદ - ગીર સોમનાથ - 9, આણંદ - મોરબી 8, સાબરકાંઠા 7, ખેડા 5, નર્મદા - પંચમહાલ - સુરેન્દ્રનગર 4, અમરેલી 3, બનાસકાંઠા - દેવભૂમિ દ્વારકા - પાટણ 2, બોટાદ - છોટાઉદેપુર - પોરબંદર - તાપી 1.


Related News

Loading...
Advertisement