સિંચાઇ સમસ્યાનું નિવારણ : ન્યારી-ર જળાશયમાંથી પાણીનો ર૦૦ MCFT જથ્થો ખેડૂતોને ફાળવાશે

17 January 2021 06:40 PM
Rajkot Government Gujarat
  • સિંચાઇ સમસ્યાનું નિવારણ : ન્યારી-ર જળાશયમાંથી પાણીનો ર૦૦ MCFT જથ્થો ખેડૂતોને ફાળવાશે

મુખ્યમંત્રીનો કિસાન હિતલક્ષી નિર્ણય : મેટોડા - સરપદડ - બોડીઘોડી ગામોના કમાન્ડ વિસ્તાર બહારના ધરતીપુત્રોને મળશે લાભ

રાજકોટ:
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાની ન્યારી-ર સિંચાઇ યોજનાના પાણીનો લાભ સિંચાઇ માટે વધુ ૧પ૭ હેકટર વિસ્તારને આપવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે મેટોડા, સરપદડ અને બોડીઘોડી ગામોના ન્યારી યોજનાના કમાન્ડ વિસ્તાર બહારના જે ખેડૂતપુત્રો સિંચાઇ પાણીથી વંચિત રહી ગયેલા છે તેમને હવે ન્યારી-ર ના ર૦૦ એમ.સી.એફ.ટી. જેટલો પાણીનો જથ્થો સિંચાઇ સુવિધા માટે મળશે.

હવે ન્યારી-ર જળાશયમાં રાજકોટ મહાનગર પાલિકા માટે અનામત રાખવામાં આવતો ર૦૦ એમ.સી.એફ.ટી જથ્થો ખેડૂતોને સિંચાઇ માટે અપાશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર પાસે ૧૯૮૬માં ન્યારી નદી પર નિર્માણ થયેલ આ ન્યારી-ર યોજનાની કુલ સંગ્રહશક્તિ ૪૩ર મીલીયન ઘનફૂટ છે અને કેનાલો મારફતે ૧૩૯૦ હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરવામાં આવેલું છે પ્રવર્તમાન સ્થિતીએ ન્યારી-ર સિંચાઇ યોજનાના કમાન્ડ વિસ્તારના મેટોડા, રંગપર, સરપદડ, બોડીઘોડી, પાટી-રામપર તથા વણપરીના કુલ છ ગામોના ૧૦૯પ હેકટર વિસ્તારને સિંચાઇ લાભ પ્રાપ્ત થાય છે. વધુ ૧પ૭ હેકટર વિસ્તારને ન્યારી-ર સિંચાઇ યોજનામાંથી સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રીના નિર્ણયથી ખેડૂતોના ખેત ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો થવાથી કિસાનોની આવક બમણી કરવાનો ઉમદા હેતુ પાર પડશે.


Related News

Loading...
Advertisement