કેવડિયાને દેશના શહેરો સાથે જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ કહ્યું- ભારતીય રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ થયો

17 January 2021 03:41 PM
Government Gujarat India
  • કેવડિયાને દેશના શહેરો સાથે જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ કહ્યું- ભારતીય રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ થયો
  • કેવડિયાને દેશના શહેરો સાથે જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ કહ્યું- ભારતીય રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ થયો
  • કેવડિયાને દેશના શહેરો સાથે જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ કહ્યું- ભારતીય રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ થયો
  • કેવડિયાને દેશના શહેરો સાથે જોડતી 8 ટ્રેનોને લીલી ઝંડી આપી પીએમ મોદીએ કહ્યું- ભારતીય રેલ્વે અને સરદાર પટેલના વિઝનનો સંગમ થયો

રેલ્વેના ઇતિહાસમાં સંભવત: પ્રથમવાર ભારતમાં એક સાથે એક જ જગ્યા માટે આટલી બધી ટ્રેનોને લીલી ઝંડી આપાઈ

કેવડિયા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી આઠ ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનો કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી)ને વારાણસી, દાદર, અમદાવાદ, હઝરત નિઝામુદ્દીન, રેવા, ચેન્નાઈ અને પ્રતાપનગર સાથે જોડશે. દેશવાસીઓને સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, કેવડિયાની ઓળખ સરદાર પટેલ સાથે થાય છે, જેમણે સર્વશ્રેષ્ઠ મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોનારા લોકોની સંખ્યા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા વધારે છે. લોકાર્પણ પછી, લગભગ 50 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચુક્યા છે. કેવડિયાના આદિવાસી ભાઈ-બહેનોને આ ટ્રેનો દ્વારા રોજગાર મળશે.

નોંધનીય છે કે, રેલ્વેના ઇતિહાસમાં સંભવત: આ પહેલી વાર છે કે જ્યારે દેશના જુદા - જુદા ખૂણાઓથી એક જ જગ્યા માટે આટલી બધી ટ્રેનોને લીલી ઝંડી આપી શરૂઆત કરાઈ, કેવડિયામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું ચિત્ર જોવા મળ્યું છે.

પીએમએ કહ્યું કે, આજનું આયોજન ભારતને સાચા અર્થમાં એક કરે છે. આજે ભારતીય રેલ્વે અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલના વિઝનનો સંગમ થયો છે. સાથે ભારતરત્ન એમ.જી.આર. ના આદર્શોને પરિપૂર્ણ કરવાનો પ્રયાસ કરાયો છે. આજે કેવડિયા જવા માટેની એક ટ્રેન પુરૈચ્ચી તલૈવર ડો.એમ.જી.રામચંદ્રન મધ્ય રેલ્વે સ્ટેશનથી આવી રહી છે. તે પણ એક ખુશ સંયોગ છે કે, આજે ભારતરત્ન એમ.જી. રામચંદ્રનની જન્મજયંતિ છે. નાનું પણ સુંદર કેવડિયા એક આયોજિત રીતે પર્યાવરણને સુરક્ષિત કરતી વખતે અર્થતંત્ર અને ઇકોલોજી કેવી રીતે ઝડપથી વિકસિત થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વધતા જતા પર્યટનને કારણે કેવડિયાના આદિવાસી યુવાનોને રોજગારી મળી રહી છે. આધુનિક સુવિધાઓ અહીંના લોકોના જીવનમાં ઝડપથી પહોંચી રહી છે. કેવડિયાને રેલવેથી જોડતા આ પ્રોજેક્ટના ઉદાહરણને જુઓ, તેના બાંધકામમાં હવામાન અને કોરોના મહામારી જેવા અનેક અવરોધોનો સામનો કરવો પડ્યો. પરંતુ તે રેકોર્ડ સમયમાં પૂર્ણ થયું છે.

● રેલ્વે સિસ્ટમમાં વ્યાપક પરિવર્તન

વડાપ્રધાને જણાવ્યું કે, આઝાદી પછી આપણી મોટાભાગની ઊર્જા અગાઉની રેલ્વે સિસ્ટમ સુધારવામાં ખર્ચવામાં આવી હતી. તે સમય દરમિયાન નવી વિચારસરણી અને નવી તકનીકી પર ધ્યાન ઓછું હતું. આ અભિગમ બદલવું ખૂબ મહત્વનું હતું, તેથી છેલ્લા વર્ષોમાં દેશમાં સમગ્ર રેલ્વે સિસ્ટમમાં વ્યાપક પરિવર્તન લાવવાની કામગીરી કરવામાં આવી છે. આ કામ નવી ટ્રેનોની ઘોષણા, બજેટમાં વધારો-ઘટાડો પૂરતી મર્યાદિત નહતી. આ ફેરફારો ઘણા મોરચે એક સાથે થયા છે.

● સ્પેશિયલ ટ્રેનમાં સરદાર પટેલના પરિવારજનો સહિત અગ્રણીઓએ પ્રવાસ કર્યો

વડાપ્રધાને આજે રવિવારે સવારે ૧૧ વાગ્યે આ ટ્રેનોને વર્ચ્યુલ માધ્યમથી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે અમદાવાદ તથા વડોદરાથી સ્પેશિયલ ટ્રેન કેવડીયા માટે સવારે ૧૧ વાગે પ્રસ્થાન કર્યું. જેમાં રાજકીય તથા સામાજિક આગેવાનો, સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારજનો, આપ્તજનો, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ એવોર્ડ વિજેતાઓ, ન્યાયતંત્ર, કલા તથા સાહિત્ય, પ્રવાસન વગેરે ક્ષેત્રોના આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો - યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, વગેરે ખાસ આમંત્રિત તરીકે પ્રવાસ કર્યો હતો.

● આ આઠ ટ્રેન શરૂ થઈ

કેવડીયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વારાણસી જંકશન - કેવડીયા એક્ષપ્રેસ, દાદર - કેવડીયા એક્ષપ્રેસ, અમદાવાદ - કેવડીયા જન શતાબ્દી એક્ષપ્રેસ, હજરત નિજામુદીન - કેવડીયા એક્ષપ્રેસ, રીવા - કેવડીયા એક્ષપ્રેસ, ચૈન્નઈ - કેવડીયા એક્ષપ્રેસ, પ્રતાપનગર - કેવડીયા મેમૂ તથા કેવડીયા - પ્રતાપનગર મેમૂ એમ કુલ 8 ટ્રેનોની શરૂઆત થઈ.

● આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ

કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં 11 પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા. બન્ને ટ્રેન (અમદાવાદ - વડીયા - અમદાવાદ તથા વડોદરા - કેવડીયા - વડોદરા)માં રાષ્ટ્રીય એકતા તથા એક ભારત શ્રેષ્ઠ ભારતના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ કોચમાં Unity in Dress Diversity, Unity in Dance Diversity, Unity in Musical Diversity, Unity in Cultural Diversity, Unity in Religious Diversity, જેવા વિષયો આધારિત પ્રવાસીઓએ પ્રવાસ કર્યો.

● નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર થયા

સરદારશ્રીએ કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ જુદી-જુદી વેશભૂષામાં પ્રવાસ કર્યો. બંને ટ્રેનોના પ્રસ્થાન સમયે માર્ગમાં આવતા મહત્વના સ્ટેશન (નડિયાદ, વડોદરા, ડભોઈ તથા ચાણોદ) પર રોકાણ સમયે તથા કેવડીયા સ્ટેશન પર આગમન સમયે ઉત્સાહભેર રંગબેરંગી સ્વાગત કરવામાં આવ્યું. બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેવડીયા સ્ટેશન પર પ્રવાસીઓનું પરંપરાગત સ્વાગત કર્યા બાદ પ્રવાસીઓને ખાસ બસો મારફતે સ્ટેરયુ ઓફ યુનિટી તથા જંગલ સફારી તેમજ એકતા નર્સરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા છે. પ્રવાસી સાધુ - સંતોને શુલપાણેશ્વર મહાદેવના દર્શનાર્થે લઈ જવાયા છે.


Related News

Loading...
Advertisement